Text Size

અવસર અનુપમ આવો રે

અવસર અનુપમ આવો રે, કોઇ લાભ લઈ લે મોટો.

તન તુંબીને અંતર તારે, ભરમ તજી દઇ ખોટો,
રાત દિવસ જે ગાય તુંહિ તુંહિ, તેને રહે ન તોટો ... અવસર.

મનુષદેહ છે મોટો મળિયો જેનો ક્યાંય ન જોટો,
પોતાને પ્રીછી લે તેનો જનમ ખરે મહામોટો. ... અવસર.

કલ્પલતા પામીને કોઇ દીન ગરીબ ન જોયો,
અમર બની લે અમૃત પામી, શિર સટોસટ સોદો ... અવસર.

કામક્રોધને મારી દે, તે શૂરવીર છે સાચો,
પ્રેમ, દયાને જાણે, તેણે સુખનો મારગ જાણ્યો. ... અવસર.

પ્રેમામૃતનો પ્યાલો જેણે ક્ષણક્ષણ પ્રેમે પીધો,
ધન્ય જનમ છે તેનો, જેણે મુક્તિ મારગ લીધો. ... અવસર.

ધન્ય દેશ, તે ધન્ય માત કે સુપુત્ર આવો દીધો,
નાવ તરી સાગર બેઠેલાં અંદર ગયા તરી હો ! ... અવસર.

માનવ સર્વ સૂતેલાં જાગો, કાલ હજી ના ખોયો;
જે ધારો તે કરી શકો, આ તનનો મહિમા મોટો. ... અવસર.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Security code
Refresh

Today's Quote

Prayer is the key of the morning and the bolt of the evening.
- Mahatma Gandhi

prabhu-handwriting