Text Size

એક એક આંખમાંથી આંસુડા લુછાય

એક એક આંખમાંથી આંસુડા લુછાય,
સંતાપ શમે ને થાય દર્દનો ઉપાય;
આહ મટે, વેદનાની હુતાશની થાય,
દુઃખ નામ દુનિયા મહીંથી છેક જાય.

બંધન તૂટે બધાનાં, વેર સૌ શમે,
નીચ ઉચ્ચ ભેદ તજી સાથ સૌ રમે;
સંપ સહકાર શુભ ભાવના ફેલાય,
શાંતિ જ્ઞાન એકતાનું અમૃત રેલાય.

માનવીનું સર્વ કાંઇ સૃષ્ટિ સારું હો,
સૃષ્ટિની સમુન્નતિના અધ્વર્યુ સૌ હો;
સ્વર્ગથી સુખી આ સૃષ્ટિ વૈભવી ને હો,
સ્વાર્થ લાલસા અહંમાં આનંદે ના કો.

પાંચ ખંડ પૃથ્વી એક ઘર જેવી થાય,
આરાધના માનવીની પ્રભુ પાસે જાય;
પ્રકૃતિ પુરૂષ સોહે એક તો કેવાં,
અંતર પ્રાર્થે છે દિન આવજો એવાં !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

God writes the gospel not in the Bible alone, but on trees and flowers, and clouds, and stars.
- Luther

prabhu-handwriting