Text Size

Aitareya

પ્રથમ અધ્યાય, દ્વિતીય ખંડ, 04-05

જુદાજુદા દેવોના સ્થાન
अग्निर्वाग्भूत्वा मुखं प्राविशद्वायुः प्राणो भूत्वा
नासिके प्राविशदादित्यश्चक्षुर्भूत्वाऽक्षिणी प्राविशाद्दिशः
श्रोत्रं भूत्वा कर्णौ प्राविशन्नोषधि वनस्पतयो लोमानि
भूत्वा त्वचंप्राविशंश्चन्द्रमा मनो भूत्वा हृदयं प्राविशन्मृत्युरपानो
भूत्वा नाभिं प्राविशदापो रेतो भूत्वा शिश्नं प्राविशन् ॥४॥

agnir vag bhutva mukham pravisad
vayuh prano bhutva nasike pravisad
adityas chaksur bhutvaksini pravisad
disah srotram bhutva karnau pravisann
osadhi-vanaspatayo lomani bhutva tvam pravisams
chandrama mano bhutva hridayam pravisan
mrutyur apano bhutva nabhim pravisad
apo reto bhutva sisnam pravisan.

અગ્નિદેવતાએ વાણ બની મુખમાં તુર્ત પ્રવેશ કર્યો,
વાયુદેવતાએ પ્રાણ બની નાસિકામહીં વાસ કર્યો;
સૂર્યે બનતાં નેત્ર આંખના ગોળામાંહે વાસ કર્યો,
દિશા દેવતાએ શ્રોત્ર બની કાનોમાંહિ પ્રવેશ કર્યો.

ઔષધિના દેવે રોમ બની ત્વચામહીં નિજ વાસ કર્યો,
ચંદ્રમા બન્યો મન ને તેણે હૃદયમહીં આવાસ કર્યો.
મૃત્યુદેવતા અપાન બનતાં નાભિપ્રદેશે પછી વસ્યા,
જલદેવ બની વીર્ય લિંગમાં પ્રવેશિયા ને જઈ વસ્યા. ॥૪॥
*
तमशनायापिपासे अब्रूतामावाभ्यामभिप्रजानीहीति ते
अब्रवीदेतास्वेव वां देवतास्वाभजाम्येतासु भागिन्न्यौ करोमीति ।
तस्माद्यस्यै कस्यै च देवतायै हविगृर्ह्यते
भागिन्यावेवास्यामशनायापिपासे भवतः ॥५॥

tam asana-pipase abrutam avabhyam
bhiprajanihiti te abravid etasv eva vam
devatasv abhajamy etasu bhaginyau karomiti.
tasmad yasyai kasyai cha devatayai havir
gruhyate bhaginyav evasyam asana-pipase bhavatah..

પછી ભૂખ ને તરસ વદ્યાં, હે પ્રભુ, અમને પણ સ્થાન ધરો,
બોલ્યા પ્રભુ, આ દેવતાતણો તમને ઘણો ભાગ મળ્યો;
દેવતણા આહારમહીં હું તમને ભાગીદાર કરું,
સૃષ્ટિ રચી ત્યારે આ પ્રભુએ વચન આમ આપેલ હતું.

ભૂખપ્યાસ તેથી ઈન્દ્રિયના ભોગોની સાથે જ રહે,
ઈન્દ્રિયદેવો તૃપ્ત બને તો ભૂખપ્યાસ પણ તૃપ્ત બને. ॥૫॥

દ્વિતીય ખંડ સમાપ્ત