Text Size

અંતરનો અનુરાગ

અરજને ધ્યાન જરી જો ધારો

અરજને ધ્યાન જરી જો ધારો;
હમદર્દી જો લેશ બતાવો, તાપ ટળે તો મારો ... અરજને.

વિરહવ્યથા તો શાંત બને આ, આનંદ મળે ન્યારો;
કરમાયાં કુસુમો ખીલે ને બાગ સુહાયે સારો ! ... અરજને.

મધથી મીઠો બની રહે આ સંસાર થયો ખારો;
અમૃતની વર્ષા વરસે, જો પોતાનાને પાળો ... અરજને.

કઠિન તમારે કાજ ન કૈંયે, કરી શકો જે ધારો;
સર્વસમર્થ તમે છો સાચે, ચાહો તેને તારો ... અરજને.

તૃણનો મેરુ કરી દો, પળમાં પાપી તેમ સુધારો;
જલને સ્થળમાં પલટાવી દો, તેજે તિમિર ઉજાળો ... અરજને.

જન્મબધિરને શ્રવણ કરાવો, સુમન દેવશિર ધારો;
કૃપાપ્રભાવ કહ્યો છે એવો, તેથી આજ ઉગારો ... અરજને.

તમારા થકી વધ્યો વિરહ શું? બલમાં થયો વધારો ?
‘પાગલ’ થાય પ્રસન્ન પ્રકાશિત પ્રકાશપુંજ, પધારો ! ... અરજને.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting