Text Size

અંતરનો અનુરાગ

અરજ મારી આજે તો ધ્યાન ધરો !

અરજ મારી આજે તો ધ્યાન ધરો !
તારક મારક એક તમે છો,
તુર્ત જ પાર કરો ! ... અરજ.

કૃપાનિધાન, કૃપા વરસાવો,
દૈન્ય સમસ્ત હરો;
અનંતનામી, પૂરણકામી,
સાર્થક નામ કરો ! ... અરજ.

આશ્રયસ્થાન તમે છો એકલ,
આશ્રય આજ ધરો;
ભક્તોની રક્ષાના પણથી
જોજો લેશ ફરો ... અરજ.

કૈંક કર્યા જનને બડભાગી,
તેમ મને ય કરો;
હર્યાં કષ્ટ કૈંનાં કરુણાથી,
મારું આજ હરો ... અરજ.

નિંદિત નીચ અધમ શરણું લે,
અનુગ્રહ તોય કરો;
વચન કરી દો સત્ય તમારું,
વરસો પ્રેમ ખરો ... અરજ.

અસંતોષનો અગ્નિ ઠારો,
ભ્રમ ટાળો સઘળો;
‘પાગલ’ પ્રેમ જરીક કરો તો
ખેલ નથી અઘરો ! ... અરજ.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous

prabhu-handwriting