Text Size

યોગેશ્વર માવડી રે

યોગેશ્વર માવડી રે, જનમો જનમની
પહેરાવી જેણે પાવડી રે, જીવન વન મહીં

પ્રભુના પ્રેમની પાવડી પહેરાવી
પગલાં પડાવે ધીરે ધીરે,પકડીને બાંય મારી....યોગેશ્વર
 
યુવાની થનગનતી આવી જીવનની
જ્ઞાન દીપ ત્યાં પ્રગટાવી,પ્રભુપંથે મને વાળી....યોગેશ્વર
 
શ્યામલ રૂપ ધરી સૃષ્ટિ સજાવતી
સ્નેહલ સૂર સંભળાવી, સ્નેહલ સૂધા પાઈ....યોગેશ્વર
 
અમૃતે ભરેલી અનુરાગે મઢેલી
પ્રેમની પાવન મૂર્તિ ,પ્રસન્નતાની સૃષ્ટિ...યોગેશ્વર
 
જીવનવાટની પાવન પરબડી
પ્રેમના પાન કરાવી ,સંતૃપ્ત કરી દેતી....યોગેશ્વર
 
વસમા વિયોગને વિતાવી દે માડી
વ્હાલની વર્ષા વરસાવી,અંકે લે સમાવી....યોગેશ્વર
-------
O Yogeshwar!
My Beloved Mother of many lifetimes
You cared for my every single step throughout my life
 
You graced me with the Divine's love and
You watched carefully as I slowly tread HIS path,
While holding your caring hand all the time ...O Yogeshwar!
 
You carefully preserved my youthful enthusiasm
You lit the flame of discretion
And turned me towards the Divine…O Yogeshwar!
 
You filled my inner world with your presence,
You made me listen to Your melodious tunes
And soaked me with Your heavenly love…O Yogeshwar!
 
You are overflowing with Divine Nectar
You are an idol of love and purity
And my only world of delight…O Yogeshwar!
 
You are the thirst quenching fountain of my life
You fill my heart with your divine love
And give me complete satisfaction…O Yogeshwar!
 
You can remove obstacles in a split second
You can cut short my age-old separation
And take me into Your embrace…O Yogeshwar!

MP3 Audio

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

રચના સમયના મનોભાવો

પૂ. શ્રી યોગેશ્વરજી જેવા પરમપ્રતાપી મહાપુરૂષનું આગમન અને પ્રભુમય જીવનનો નિર્ણય આ બંને ઘટનાઓ વિધિના વિધાન પ્રમાણે મારા જીવનમાં સમયસર જ બની.

છવ્વીસ વરસની નાનકડી વય, સ્ત્રીનું શરીર, એકલાં રહીને પવિત્ર પ્રભુમય જીવન જીવનનો દ્રઢ નિર્ણય, એ સંજોગોમાં પૂ. શ્રીના દર વરસે નિયમિત પ્રવચનો સાંભળવા મળ્યાં. પૂ. શ્રીનું સાહિત્ય વાંચવામાં આવ્યું. જીવનમાં નવો પ્રાણ,નવી હિંમત, નવી શક્તિ ને નવી દ્રષ્ટિ મળતી ગઇ. પૂ.શ્રી ના સમગ્ર વ્યક્તિત્વમાંથી મારા જીવનની આધ્યાત્મિક માવડીનું સ્પષ્ટ સ્વરૂપ મારા હૃદયમાં. સાકાર બનવા માંડયું.

જે માવડીએ જ્ઞાન આપીને પ્રભુપંથે પગલાં ભરાવ્યાં,સૂક્ષ્મ પ્રેરણાઓ પૂરી પાડી, નવી આશા, નવી શ્રદ્ધા ને શીતળ છાંયડી આપી, તે માવડીનાં દર્શનમાત્રથી પ્રસન્નતા ને પવિત્રતા જીવનમાં આવવા લાગી.

સાચે જ પ્રભુએ યોગેશ્વરરૂપે આધ્યાત્મિક માવડીની મને ભેટ ધરી. હું બડભાગી બની. હવે માવડી વિશેષ કૃપા કરી દે એવી અપેક્ષા રહેવા લાગી.

શાળાનાં કાર્યમાંથી શનિ-રવિ માતાપિતાને મળવા જવાનું બનતું. ત્યારે માર્ગમાં આવતા યોગેશ્વરજી જ મારી માવડી છે એ વિચારોમાંથી આ લીંટીઓ લખાઇ.
-------
Two memorable events occurred at their destined time in my life - Shri Yogeshwarji’s entry into my life and my decision to dedicate my life for the Divine.

Being a female & just 26 years of age at the time, I took a firm decision to live alone and for the Divine.  In the midst of all adversities my decision was supplemented with Shri Yogeshwarji’s regular discourses. 

Moreover, during that time I also began to read Shri Yogeshwarji's literature with which my life gained a new direction, an extraordinary courage and an inimitable strength.

Shri Yogeshwarji began to take a tangible form as my ‘spiritual mother. The very mother, who offered me the knowledge to walk on the spiritual path, who guided me and who gave me hope, faith and protection. HIS darshan alone was sufficient to bring delight in my heart. 
 

Add comment

Security code
Refresh

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore