Chapter 07
MP3 Audio
Bhagavad Gita - Chapter 07 : Sanskrit
Gyan Vigyan Yog
In chapter seven, Lord Krishna gives outline about the form of divinity dwelling in the entire universe. He also describes that there are four kind of devotees who worship him and among them, the one who is bestowed with divine knowledge (Gyan) is the best.
અધ્યાય સાતમો : જ્ઞાનવિજ્ઞાન યોગ
ભગવાન કહે છે કે સૃષ્ટિના અસંખ્ય માનવોમાં કોઇક જ અધ્યાત્મમાર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે. આવા પ્રયત્ન કરનાર હજારોમાંથી કોઇ એકાદ જ મારી પાસે પહોંચીને મને પામે છે.
પોતાના સ્વરૂપનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે જેવી રીતે મણકા દોરામાં પરોવાયેલા છે તેવી જ રીતે સૃષ્ટિના સર્વ જીવ મારા થકી અસ્તિત્વ ધરાવે છે. મારા લીધે જ સત્વ, રજ અને તમ એવા ભાવોની સૃષ્ટિનું સર્જન થાય છે. માયા પણ મારું જ સ્વરુપ છે અને મારી કૃપા વિના તેને તરવાનું કામ દુષ્કર છે.
ભગવાન કહે છે કે ચાર જાતના માનવી મને ભજે છે - દુઃખી, જ્ઞાનની ઇચ્છાવાળા, સંસારી કામનાથી ભરેલા તથા માત્ર મને જ મેળવવાની કામનાવાળા જ્ઞાનીપુરુષો. આ સર્વેમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે કે મારું સ્વરૂપ સંપૂર્ણ રીતે ઓળખાય એમ નથી પણ મારા કૃપાપાત્ર ભક્ત મને આંશિક રીતે જાણી શકે છે.
Explore below verses from Chapter 07 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.
