Thursday, June 20, 2013
   
Text Size

આજની રાત રઢિયાળી

આજની રાત રઢિયાળી પુનમની
           આજની રાત રઢિયાળી.

રસની રેલમછેલ ચોપાસે થાય છે,
          સૃષ્ટિ સુખી છે સારી;
દોડે છે વાયુની લહરી લ્હેરેભરી,
         દેતાં એકેકને તાળી ... પુનમની

ધોળું ધબાક કેવું આભલિયું ઓપતું,
           કયાંયે ના વાદળી કાળી;
ફુલડાંની ફોરમથી ફાલી નિકુંજ આ,
            સરિતા સોહી રહી ન્યારી ... પુનમની

આંખલડી એક થઈ આપણી આજે,
              સુરતાને સાંધતાં સારી;
હૈયાને હૈયાએ હરખે હસાવ્યું,
              કરુણાની કીધી ક્યારી ... પુનમની

પુનમની રઢિયાળી રાતલડી આજે,
               માયા ને મોહ દો મારી;
‘પાગલ કે’ વ્હાલની વર્ષા વરસાવો,
                જીતે ભલે ગયાં હારી ... પુનમની

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Violence can only be concealed by a lie, and the lie can only be maintained by violence.
- Solzhenitsyn 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 105 guests online

View site in