Saturday, May 25, 2013
   
Text Size

હે સંત, મારા જીવનના આધાર

હે સંત, મારા જીવનના આધાર છો.

તમે તો મારા પ્રેમી પ્રાણાધાર છો.
હે સંત, મારા જીવનના આધાર છો.

તમારી કૃપાથી મારું જીવન આનંદે ચાલે,
તમારી આશિષે એનાં ફૂલડાં ઊગે ને ફાલે;
દૈવી કો દાતાર છો. ....હે સંત મારા.

જીવનના રણમાં ન્યારી વનસ્થલી છે તમારી;
તાપે તપેલું હૈયું છાયા પામે છે ભારી;
અમૃતના આગાર છો. ....હે સંત મારા.

તમે છો પિતા ને માતા સખા તેમ સ્નેહી,
પ્રાણ તેમ જીવન ને દેહ વળી દેહી;
સંસારના એક સાર છો. ....હે સંત મારા.

કૃપાની અખંડ વર્ષા વરસી રહેજો પ્રેમે;
અમારા વિના રહેજો વિખૂટા કદી ના કેમે;
પ્રેમીના હૈયાના હાર છો. ....હે સંત મારા.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Better to light one small candle than to curse the darkness.
- Chinese Proverb 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 37 guests online

View site in