Text Size

મયૂરને

થનગન થનગન થનગનતો,
ઠમક ઠમક ઠમ ઠમકંતો,
વનવન આનંદે ભરતો,
મયૂર પેલો નાચંતો !

સુંદર પીચ્છ અહા સોહાય,
જોઈને મનડું મોહાય,
હૈયું જાણે કે ખોવાય;
મયૂર પેલો નાચંતો !

નર્તનને નીરખવા કાજ,
ટોળે વળિયાં બાળક આજ;
કેવો દિવ્ય સજ્યો છે સાજ ?
મયૂર પેલો નાચંતો !

આખર કળા સમેટી લે,
કેકા કરી કથા કૈં કે’,
ધન્યવાદ બાળકને દે,
મયૂર પેલો નાચંતો !

આવું વનમાં તારે ઘેર,
નાચી ત્યારે આવી પેર,
શીખવશે નૃત્ય મને ફેર,
મયૂર પેલો નાચંતો !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting