Text Size

મારી ભૂમિ

મારી ભૂમિ રસીલી રૂપાળી, એની શોભા છે છેક જ ન્યારી.
એ તો દેવતાને પણ પ્યારી; મારી ભૂમિ રસીલી રૂપાળી.

મીઠો વાયરો ત્યાં વાય, મીઠાં પંખીડાં ગાય.
મીઠાં ઝૂલ્યે શું ઝાડવાં જાય રે ?
એ તો સાચે જ છે ખૂબ સારી. … મારી ભૂમિ.

કેવી ઝાડવાંની છાંય, સુતા ગોવાળો માંહ્ય;
કેવા બંસી બજાવ્યે જાય રે ?
એના સૂરોતણી બલિહારી … મારી ભૂમિ.

નદી તળાવની પાર, મળી માનવની હાર;
કેવા વાગે અંતરના તાર રે ?
એની શોભા ઉપર જઉં વારી … મારી ભૂમિ.

થાય ઋતુઓના રાસ, બધા રસનો ત્યાં વાસ;
સૂર્યચંદ્ર છે રેલી રહ્યા હાસ રે.
રહી ધરતી આ ધન્યતા ધારી …  મારી ભૂમિ.

કેવાં સુખ ને સંતોષ, કેવા આનંદકોષ ?
કેવા લોકો ફરે ધરી હોંશ રે,
દઉં દુઃખડાં એનાં ટાળી … મારી ભૂમિ.

મને ઈચ્છા એ થાય, ત્યાં જ જીવન જાય;
એની સુશ્રૂષા સ્નેહથી કરાય રે,
બને જિંદગી ધન્ય તો ધારી … મારી ભૂમિ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner

prabhu-handwriting