Text Size

04. કર્મબ્રહ્માર્પણ યોગ

Verse 01-05

श्रीभगवानुवाच
Shri Bhagavan uvacha
શ્રી ભગવાન કહે છે

इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥४-१॥

imam vivasvate yogam proktavan aham avyayam
vivasvan manveh prah manuh ikshavakve abravit

વિવસ્વાનને યોગ આ પહેલાં કહ્યો મેં,
મનુને કથિયો તેમણે, ઈક્ષ્વાકુને મનુએ.
*
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ॥४-२॥

evam paramparapraptam imam rajarshayo viduha
sah kalena ih mahata yogo nastaha paramtapa

પરંપરાથી જાણતા રાજર્ષિ આ યોગ,
કાળ જવાથી તે ખરે, નષ્ટ થયો છે યોગ.
*
MP3 Audio

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.


*
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥४-३॥

sah eva ayam maya te adya yogaha proktaha puratanaha
bhaktah asi me sakha cha iti rahasyam hi etat uttamam

રહસ્યવાળો યોગ તે તુજને પાર્થ કહ્યો,
ભક્ત તેમ માની સખા, ઉત્તમ યોગ કહ્યો.
*
अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥४-४॥

Aparam bhavato janma param janma vivasvatah
katham etat vijaniyam tvam adau proktavan iti

વિવસ્વાન પૂર્વે થયા, તમે થયા હમણાં,
યોગ તમે ક્યાંથી કહ્યો, થાય મને ભ્રમણા.
*
श्रीभगवानुवाच
Shri Bhagawan Uvacha
શ્રી ભગવાન કહે છે

बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥४-५॥

bahuni me vyatitani janmani tava cha arjuna
tani aham veda sarvani na tvam vettha paramtapah.

મારા ને તારા ખરે જન્મ અનેક થયા,
મને યાદ તે સર્વ છે, તને ન યાદ રહ્યા.

Meaning
श्री भगवान बोले
मैंने इस अविनाशी योग को सर्वप्रथम सूर्य को बताया था, सूर्यने इसे अपने पुत्र वैवस्वत मनु को कहा और मनु ने अपने पुत्र इक्ष्वाकु को बताया । हे परन्तप (अर्जुन), इस प्रकार परम्परा से इस योग को राजर्षियों ने जाना । लेकिन वक्त के चलते, यह ज्ञान मानो नष्ट हो गया । तुम मेरे भक्त और प्रिय सखा हो इसलिए योग के इस उत्तम रहस्य को आज मैंने तुम्हारे सामने प्रकट किया ।
अर्जुन ने कहा
आपका जन्म तो अभी हुआ है, और सूर्य तो बहुत पहले से है । तो मैं यह कैसे मानूँ कि आपने इसे सूर्य को सृष्टि के आरंभ में बताया था ?
श्री भगवान बोले
हे अर्जुन, मेरे और तेरे बहुत से जन्म हो चुके हैं । मुझे वो सब याद है मगर तुम उसे भूल चुके हो ।
*
શ્રી ભગવાન કહે છે
મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો. સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. હે અર્જુન, આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો. પરંતુ કાળક્રમે એ યોગ નષ્ટ પામ્યો છે. તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.
અર્જુન કહે છે
હે કેશવ, તમારો જન્મ તો હમણાં થયો જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી વિદ્યમાન છે. તો મને સંશય થાય છે કે તમે સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો ?
શ્રી ભગવાન કહે છે
હે અર્જુન, તારા અને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે. પરંતુ ફરક એટલો છે કે મને એ બધા યાદ છે અને તેને એ યાદ નથી રહ્યા.