Text Size

Download Section

The download section currently contains 652 Download objects in 18 Categories. These have been downloaded 2,302,556 times.
Overview Overview Search Search Up Up
Download details
Sri Ram Kathamrut (શ્રી રામ કથામૃત) Sri Ram Kathamrut (શ્રી રામ કથામૃત)

શ્રી રામ કથામૃત
============
ભારતીય સંસ્કૃતિના અને સાહિત્યના અમર વારસ એવા રામાયણને મહર્ષિ વાલ્મીકિએ અને સંતશિરોમણિ તુલસીદાસે એમની આગવી રીતે એની રજૂ કર્યો છે. એ રજૂઆત સંસ્કૃતમાં વાલ્મીકિ રામાયણ અને પ્રાકૃત હિન્દી કે અવધી ભાષામાં રામચરિતમાનસ તરીકે સુપ્રસિદ્ધ છે. એમની રજૂઆતનો તુલનાત્મક વિચાર અને રસાસ્વાદ કરાવવાનો નમ્ર છતાં પ્રામાણિક પ્રયાસ પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

મોટા ભાગના કથાકારો તુલસીકૃત રામાયણમાં જ રસ લેતા હોય છે. એમને વાલ્મીકિ રામાયણને વાંચવા-વિચારવાનો અવસર મળ્યો નથી હોતો. રામાયણની એ બંને કીર્તિકથાઓમાં રામચરિત્રનો પુનિત પ્રવાહ કેવી કમનીય તેમજ કળાત્મક રીતે વહે છે તે જાણવાનું આનંદદાયક અને ઉપયોગી થઈ પડે તેમ છે.

બંને રામાયણનો તુલનાત્મક વિચાર એમની શ્રેષ્ઠતા કે કનિષ્ઠતાને દર્શાવવા માટે નથી કરવામાં આવ્યો પરંતુ એમના સંયુક્ત સ્વાધ્યાયજન્ય આનંદના અનુભવ માટે કરાયો છે એ યાદ રાખવાનું છે. રામાયણના અભ્યાસુઓને તથા ધર્મપ્રેમી જનતાને એ અવશ્ય પસંદ પડશે.

Data

Size1.73 MB
Downloads2,289
Language Gujarati
AuthorShri Yogeshwarji external
WebsiteWebsite external
Created2014-06-01
Changed2014-09-03
Changed bywebmaster

Download