if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Sanjay's character}

With Sage Vyas's blessings, Sanjay was able to observe the proceedings of the Mahabharat war to its finest details and update Dhritarastra on regular basis about the state of the war. When Bhishma's body was completely pierced by arrows, Bhishma succumbed and fell down on earth. When Dhritarastra knew about Bhishma's fall, he felt dejected. His much nourished dream of winning over Pandavas and making his eldest son, Duryodhan the King of Hastinapur evaporated.

In Mahabharat, Sage Vyas has narrated Sanjay's visit to Bhishma. When Bhishma fell, Dhritarastra was in great despair. Sanjay, therefore paid a visit to Bhishma, an icon of Kuru dynasty. Sanjay then returned to Hastinapur and briefed Dhritarastra about his meeting. One would find it little strange as how Sanjay reached the battlefield and returned with latest news, but with exceptional powers granted by Sage Vyas, nothing was impossible for Sanjay. Sanjay was truly an exceptional character of Mahabharat worthy of receiving such blessings.

{/slide}

મહારાજા ધૃતરાષ્ટ્રને ભીષ્મ પિતામહના પરાજય અને મૃત્યુના સમાચાર સાંભળીને સ્વાભાવિક રીતે જ શોક થયો.

એમના દિલમાં દુઃખનો દાવાનલ પેદા થયો.

એમનું ચિત્ત અતિશય ચિંતાતુર બની ગયું.

ક્ષણવાર તો એમને સમજાયું નહિ કે શું કરવું.

એ કિંકર્તવ્યમૂઢ અને અશાંત બની ગયા.

એ પરિસ્થિતિ કાંઇ નવી અથવા અણધારી નહોતી. એમને એની કલ્પના તો હતી જ. તોપણ કુરુક્ષેત્રના મહાભયંકર યુદ્ધમેદાનમાં ભીષ્મ પિતામહના પડવાથી એમને અતિ અસહ્ય આઘાત લાગ્યો.

રણસંગ્રામમાં વિજય મેળવવાનું એમનું દિવાસ્વપ્ન નષ્ટ થવા માંડયું.

કુરુક્ષેત્રના યુદ્ધમેદાનના સઘળા સમાચાર એમને સંજય પાસેથી સાંપડતા.

મહર્ષિ વ્યાસે સંજયને એવો અમોઘ આશીર્વાદ આપેલો કે તે યુદ્ધમેદાનની પ્રવૃત્તિઓને દૂર રહીને પણ પેખી શકે, અને એ ઉપરાંત, ત્યાંના સંભાષણ કે સંવાદને સાંભળી શકે.

મહાપુરુષોના આશીર્વાદ અસાધારણ હોય છે એ નિઃશંક છે.

સંજયને અને સૌને એનો અનુભવ થયો.

મહર્ષિ વ્યાસના અસીમ અનુગ્રહથી સંજયને કદાચ દૂરદર્શનની તથા દૂરશ્રવણની સવિશેષ શક્તિ સાંપડી હશે. એમાં ના માનવા જેવું કશું જ નથી.

એને લીધે એ હસ્તિનાપુરમાં રહીને પણ દૂર સુદૂર રહેલા કુરુક્ષેત્રના ઘટનાચક્રથી માહિતગાર રહીને ધૃતરાષ્ટ્રને માહિતગાર રાખી શક્યો હશે.

પરંતુ મહાભારતના દ્રોણપર્વના આરંભમાં પ્રથમ અધ્યાયમાં એક નોંધપાત્ર ઉલ્લેખ કરાયેલો જોવા મળે છે.

એમાં અસંદિગ્ધ સ્વરોમાં જણાવવામાં આવ્યું છે કે ભીષ્મ પિતામહનો વિચાર કરીને ધૃતરાષ્ટ્રને અહર્નિશ અખંડ રીતે અસામાન્ય અસહ્ય વ્યથાનો અનુભવ થઇ રહેલો ત્યારે વિશુદ્ધ હૃદયનો સંજય રાતે સંગ્રામની દૂરસ્થ છાવણીમાંથી હસ્તિનાપુરમાં પાછો આવી પહોંચ્યો. એવી રીતે પાછા પધારેલા સંજયને ધૃતરાષ્ટ્રે સંગ્રામના તાજા સમાચાર વિશે પૂછવા માંડયું.( શ્લોક 6-7)

મહાભારતના એ વિશદ વર્ણન પરથી સુસ્પષ્ટ થાય છે કે સંજય કોઇ પણ પ્રકારના બાહ્ય વ્યવધાન વિના, ઇચ્છાનુસાર યુદ્ધભૂમિમાં જઇ શકતો, ત્યાંની પ્રત્યેક પરિસ્થિતિથી કે પ્રવૃત્તિથી પરિચિત રહેતો, અને એનો ઇતિહાસ ધૃતરાષ્ટ્રની આગળ રજૂ કરતો.

સંજયને આવાગમનની એવી સર્વસંમત અનુમતિ મળેલી.

મહાભારતના એ વર્ણનથી સંજયના વ્યક્તિત્વને જુદી રીતે જોવાનો ને મૂલવવાનો માપદંડ મળે છે. એને માટે જ આપણે એના પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે.

એ વર્ણનમાં સંજયને વિશુદ્ધ હૃદયનો કહ્યો છે તે ખૂબ જ સૂચક છે. વિશુદ્ધ હૃદયવાળા પુરુષ પર જ મહાપુરુષોની કૃપા થાય. એવો પુરુષ સૌ કોઇનો વિશ્વાસપાત્ર પણ બની જાય.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.