અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
MP3 Audio
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી
તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી
મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે .... અભ્યાસ જાગ્યા પછી
- ગંગા સતી
Comments
મારો નમ્ર પ્રયાસ... ભજનની પ્રથમ પંક્તિમાં જ લખ્યું છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. એટલે ગુરુએજ બતાવેલ અભ્યાસ માં ઓતપ્રોત થયા પછી એકાંત સેવન કરી ગુરુએ બતાવેલ સાધના કરવી. પછી કોઈ બાહ્ય અવલંબનની જરૂર રહેતી નથી. એક કક્ષા પ્રાપ્ત કર્યા પછી ગુરુની પણ જરુર નથી. પણ ગુરુએ બતાવેલ અભ્યાસમાં જ રત રહેવું તે જરૂરી છે.
જય ભગવાન.
સાચે જ અભ્યાસ જાગ્યા પછી ભમવું નહિ પડે !
પૂ.મા સાથે હોઇ તો કયાંયે જવું ના પડે.પૂ.મા જ સર્વસ્વ છે.
પ્રણામ
[Pl. check our FAQ/Help section - admin]
You can download the Windows Media Player Plugin for Firefox here:
http://port25.technet.com/pages/windows-media-player-firefox-plugin-download.aspx
I was having the same problem, but I'm able to listen to the audio now.
[If it open the audio player, then it should play. Can you play any other audio or just this one ? If your internet is slow, it take a while before it start due to audio streaming. I checked this one particularly at my end and it is playing here so I can't say further without looking at the PC. Sorry. - admin]
[Click on mic photo (above MP3 Audio). It should open audio player. If you don't have media player installed on your computer, it will ask to download plugin. Allow it to download and next time when you click, it should play. -admin]