Text Size

ઓ ખાઈ ખોદનહારા

ઓ ખાઈ ખોદનહારા !
જાણી લે જો જરૂરથી કે અંગે અંગ તમારાં,
ભાંગી પડશે, ભૂક્કા બનશે, ભાગ્ય અમારા ન્યારાં.
ઓ ખાઈ ખોદનહારા ! ઓ વહાવનારા જ્વાળા !

છો કરતૂત કરો કાળાં !
વાળ ન વાંકો થાય અમારો કરો ભલેને ચાળા,
તમારા જ યમદ્વારે બનશે વારા ફરતી વારા,
છો કરતૂત કરો કાળાં !

ઓ જાળ તણાં વણનારા !
અમે બચીશું ડગલે પગલે, રક્ષક ધન્ય અમારા,
તમે જ સપડાશો, બંધાશે જાળે પ્રાણ તમારા,
ઓ જાળ તણા વણનારા!

હે ઉડાવનારા હાંસી ને ખાતા અનૃત-ખાંસી!
હાંસી થશે તમારી અંતે, જશો ડાકુશા નાસી,
ફોડી દેશે ઉદર તમારું કપટકણો જે ફાંસી,
હે ઉડાવનારા હાંસી !

હે લુપ્ત-જ્ઞાન મદમાતા !
ઝંઝાવાત સમા ઝેરીલા આજ ભલેને વાતા,
એક દિવસ માટીમાં મળશો, મળશે કો ના ત્રાતા,
ભાગ્ય ભરખવાનું તમને તો, સદા અમોને શાતા,
હે દાંભિક, જડ, મદમાતા !

છો વિજય મળે આરંભે !
ફુલાશો ના, પરાસ્ત બનશો પરાધીન ને અંતે,
લટકાવાશો એક દિવસ તો સર્વનાશના સ્તંભે !
છે વિજય મળે આરંભે !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Not everything that can be counted counts, and not everything that counts can be counted.
- Albert Einstein

prabhu-handwriting