Monday, May 20, 2013
   
Text Size

જનતા જાગી

જનતા જાગી, જનતા જાગી, જનતા છે જાગી.
ઓ આક્રમકો, જાવ હવે જ્યાંથી આવ્યા ત્યાં ભાગી,
ભુક્કા દેશે હવે ઉડાડી, ગયા બધા જાગી ... જનતા જાગી.

શાંતિ સ્નેહની વાતો કીધી બનતાં અનુરાગી,
પોત પ્રકાશ્યું આજ તમે તો, મોત રહ્યા માગી ... જનતા જાગી.
ભ્રાતૃભાવની ભ્રમણાવાળા સ્વર દીધા ત્યાગી,
સમર્પણતણી દેશ મહીં છે હાક રહી વાગી ... જનતા જાગી

આઝાદી પ્યારી છે અમને પ્રાણથકી લાગી,
મરી જશે શૂર છતાં ભયથી જશે નહીં ભાગી ... જનતા જાગી
નથી દેશ આ નાનો સૂનો, ગયો બધો જાગી.
દિગ્મંડળમાં રહ્યાં હવે તો દુંદુંભી વાગી ... જનતા જાગી.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Pain is inevitable. Suffering is optional.
- Dalai Lama 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 29 guests online

View site in