Text Size

Kena

Chapter 2, Verse 04

प्रतिबोधविदितं मतममृतत्वं हि विन्दते ।
आत्मना विन्दते वीर्यं विद्यया विन्दतेऽमृतम् ॥४॥

pratibodha-viditam matam
amritatvam hi vindate
atmana vindate viryam
vidyaya vindate 'mritam

સત્ય જ્ઞાનને મેળવવાથી માનવ અમૃતપદ પામે,
અંતરમાંથી જ્ઞાન મળે છે, જ્ઞાન અમૃતપદને આપે ! ॥૪॥

અર્થઃ

પ્રતિબોધવિધિતમ્ - ઉપર્યુક્ત પ્રતિબોધ અથવા સંકેતથી સાંપડેલું જ્ઞાન જ
મતમ્ - સાચું જ્ઞાન છે.
હિ - કારણ કે એથી
અમૃતત્ત્વમ્ - અમૃતસ્વરૂપ પરમાત્માને
વિંદતે - પુરુષ પ્રાપ્ત કરે છે.
આત્મના - અંતર્માયી પરમાત્માથી
વીર્યમ્ - પરમાત્માને જાણવાની શક્તિ
વિંદતે - મેળવે છે. (અને)
વિદ્યયા - વિદ્યા અથવા જ્ઞાનથી
અમૃતમ્ - અમૃતરૂપ પરમાત્માને
વિંદતે - પામે છે.

ભાવાર્થઃ

સ્વાનુભવ દ્વારા સાંપડેલી અને સિદ્ધ બનેલી ઉપરના શ્લોકમાં સૂચવેલી જ્ઞાનની દૃષ્ટિ જ સાચી જ્ઞાનદૃષ્ટિ છે. કોઇક બડભાગી પુરુષને જ તેની પ્રાપ્તિ થઇ શકે છે. એવી વાસ્તવિક જ્ઞાનદૃષ્ટિ જ અમૃતપદની પ્રાપ્તિ કરાવે છે અને પરમાત્માના સાક્ષાત્કારથી સંપન્ન બનાવે છે. એની જડતાને દૂર કરીને એને નવજીવન અથવા ચેતન બક્ષે છે. એને સર્વપ્રકારનાં શોક, મોહ, ભય, ક્લેબ્ય, દૈન્ય, ક્લેશ, બંધન અને માલિન્યમાંથી મુક્તિ આપે છે. જીવનને અમૃતમય કરવાની કે સાર્થક બનાવવાની શક્તિ અનુભવસિદ્ધ આત્મજ્ઞાન સિવાય બીજા કશામાં નથી.