Text Size

Kena

Chapter 3, Verse 04

तदभ्यद्रवत्तमभ्य वदत्कोऽसीत्यग्निर्वा ।
अहमस्मीत्यब्रवीज्जातवेदा वा अहमस्मीति ॥४॥

tad abhyadravat tam abhyavadat ko 'sity agnir va
aham asmity abravij jata-veda va aham asmiti.

દેવો સમજ્યા નહીં યક્ષને, અગ્નિદેવને એમ કહ્યું,
જાવ અગ્નિ, આ યક્ષ કોણ છે જુઓ; અગ્નિએ સારું કહ્યું;
ગયા અગ્નિ ત્યાં; તમે કોણ છો, યક્ષે તેને એમ પૂછ્યું;
અગ્નિદેવ છે નામ મારું, આ પૃથ્વી બાળી સર્વ શકું! ॥૩-૫॥

અર્થઃ

તત્ - એની પાસે (અગ્નિદેવ)
અભ્યદ્રવત્ - દોડીને પહોંચી ગયા.
તમ્ - એ અગ્નિદેવને
અભ્યવદત્ - (એ અલૌકિક યક્ષે) પૂછ્યું
કઃ અસિ ઇતિ - કે તું કોણ છે.
અબ્રવીત - (અગ્નિએ) જણાવ્યું કે
અહમ્ - હું
વૈ અગ્નિઃ - પ્રખ્યાત અગ્નિદેવ
અસ્મિ ઇતિ - છું.
અહમ્ વૈ - હું જ
જાતવેદાઃ - જાતવેદા નામથી
અસ્મિ ઇતિ - જાણીતો છું.

ભાવાર્થઃ

અગ્નિદેવે વિચાર્યું કે યક્ષની માહિતી મેળવવી એમાં શું ? એમાં કયા મોટા પરાક્રમની આવશ્યકતા છે ? એની માહિતી હમણાં જ મેળવી લઉં છું. એ અહંકારથી ઉન્મત્ત બનીને યક્ષની પાસે પહોંચી ગયા. યક્ષે એમનો પરિચય પૂછ્યો તો એમણે ભારે ગૌરવપૂર્વક જણાવ્યું કે 'મારું નામ જાતવેદા છે. હું સંસારમાં સર્વત્ર પ્રસિદ્ધ અગ્નિ છું.'