if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

देवताओं द्वारा श्रीराम स्तुति
 
(छंद)
जय राम सोभा धाम । दायक प्रनत बिश्राम ॥
धृत त्रोन बर सर चाप । भुजदंड प्रबल प्रताप ॥१॥
 
जय दूषनारि खरारि । मर्दन निसाचर धारि ॥
यह दुष्ट मारेउ नाथ । भए देव सकल सनाथ ॥२॥
 
जय हरन धरनी भार । महिमा उदार अपार ॥
जय रावनारि कृपाल । किए जातुधान बिहाल ॥३॥
 
लंकेस अति बल गर्ब । किए बस्य सुर गंधर्ब ॥
मुनि सिद्ध नर खग नाग । हठि पंथ सब कें लाग ॥४॥
 
परद्रोह रत अति दुष्ट । पायो सो फलु पापिष्ट ॥
अब सुनहु दीन दयाल । राजीव नयन बिसाल ॥५॥
 
मोहि रहा अति अभिमान । नहिं कोउ मोहि समान ॥
अब देखि प्रभु पद कंज । गत मान प्रद दुख पुंज ॥६॥
 
कोउ ब्रह्म निर्गुन ध्याव । अब्यक्त जेहि श्रुति गाव ॥
मोहि भाव कोसल भूप । श्रीराम सगुन सरूप ॥७॥
 
बैदेहि अनुज समेत । मम हृदयँ करहु निकेत ॥
मोहि जानिए निज दास । दे भक्ति रमानिवास ॥८॥
 
(छंद)
दे भक्ति रमानिवास त्रास हरन सरन सुखदायकं ।
सुख धाम राम नमामि काम अनेक छबि रघुनायकं ॥
सुर बृंद रंजन द्वंद भंजन मनुज तनु अतुलितबलं ।
ब्रह्मादि संकर सेब्य राम नमामि करुना कोमलं ॥
 
(दोहा)
अब करि कृपा बिलोकि मोहि आयसु देहु कृपाल ।
काह करौं सुनि प्रिय बचन बोले दीनदयाल ॥ ११३ ॥
 
દેવો સ્તુતિ કરે છે
 
શોભાધામ પ્રણતવિશ્રામ શરણાગત વત્સલ જય રામ;
કરમાં નિષંગ શર ને ચાપ, જય રઘુપતિ અતિપ્રબળ પ્રતાપ.
 
ખરદૂષણના દુશ્મન હે, કર્યું નિશાચર મર્દનને;
દુષ્ટ તમે આ મારી નાથ, કર્યા દેવને સકળ સનાથ.
 
ભૂમિભારને હરનારા મહિમા અપાર ધરનારા,
કર્યા રાક્ષસોને બેહાલ જય રાવણના શત્રુ કૃપાળ.
 
લંકેશનો ભયંકર ગર્વ, કરેલ વશ સહુ સુરગંધર્વ,
સિદ્ધ તેમ મુનિનર ને નાગ (ખગ) જીવનમાં જગવી આગ.
 
પરદ્રોહપરાયણ અતિદુષ્ટ પામ્યો ફળ તેનું અતિપુષ્ટ;
સુણો હવે હે દીનદયાળ કમળસમાન નેત્ર સુવિશાળ !
 
હતું મને એવું અભિમાન કોઈ સમાન કે ન મહાન;
દર્શન હવે તમારું મળ્યું, માન કષ્ટપ્રદ સકળ ટળ્યું.
 
કોઈ નિર્ગુણ કે અવ્યક્ત પ્રભુના ધ્યાનમહીં છે રક્ત,
પરંતુ મુજને કોશલભૂપ ગમે તમારું સગુણસ્વરૂપ.
 
વૈદેહી ને અનુજસમેત મમ અંતરમાં કરો નિકેત;
મને તમારો માની દાસ ભક્તિદાન દો રમાનિવાસ !
 
(છંદ)
દો ભક્તિ ભયહર રમાના પતિ શરણથી સુખદાયક,
સુખધામ રામ પ્રણામ બહુવિધ કામમય રઘુનાયક;
સુરવૃંદરંજન દ્વંદ્વભંજન મનુજતન અતુલિતબળ,
બ્રહ્માદિ શંકરસેવ્ય રામ પ્રણામ કરુણાકોમળ.
 
(દોહરો)           
કૃપાદષ્ટિ કરતાં કરો આજ્ઞા મને કૃપાળ;
પ્રિય વચન સુણી ઈન્દ્રનાં બોલ્યા દીનદયાળ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.