Text Size

આશ્ચર્ય

જેને તારે માટે આટલો બધો પ્રેમ છે, અપાર અનુરાગ છે, તેનાથી જ તું દૂર રહે છે, એના જેવું આશ્ચર્ય બીજું કયું હોઈ શકે ?

જે તને મળવા માટે મનોરથ કરે છે, ને તારી સાથે સદાને સારુ શ્વાસ લેવાનાં સ્વપ્નાં સેવે છે : જે તારી પરિપૂર્ણ પ્રસન્નતાને પામવાના ઘાટ ઘડે છે, ને તારા અમીમય  આલિંગનમાં એક થવા માટે અશ્રુ સારીને ઝંખે છે. તેની સંભાળ ને સંપૂર્ણ સંભાળ તારાથી નથી લઈ શકાતી, એ કેટલું બધું આશ્ચર્ય છે ?

જે તારી પાછળ પાગલ છે; ને જેનું દિવાનું દિલ દિલરુબા બનીને તારા દૈવી ધ્વનિથી દ્રવી ઉઠે છે : જેના હૃદયમાં ને રોમેરોમમાં એક તારા જ રાગની રસછોળ ઉડ્યા કરે છે, પ્રાણના પાવન પ્રદેશમાંથી તારો જ પ્રેમપ્રવાહ છૂટ્યા કરે છે, ને જેને તારા વિના શ્રેય કે પ્રેય બીજું કોઈ જ નથી : એને માટે તારો પ્રાણ નથી પીગળતો એ એક આશ્ચર્ય, અરે આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે.

ઊઠ, મારા પ્રાણધાર, તું બીજા કશાથી ના પલળ કે ના પીગળ, પણ પ્રેમથી તો પલળ ! એ વિના તારું મહત્વ શું રહેશે, ને તને સ્નેહ ને સહાનુભૂતિનો સિંધુ પણ કોણ કહેશે ?

- શ્રી યોગેશ્વરજી

* * *

जिसे तेरे लिये इतना असीम स्नेह है, अपार अनुराग है, उसीसे तू दूर रहता है, इसके बड़ा आश्चर्य और क्या हो सकता है ?

जो तुझसे मिलने के लिये मनोरथ करता है और तेरी संगति में शाश्वत श्वास लेने के स्वप्न देखा करता है; जो तेरी परिपूर्ण प्रसन्नता की प्राप्ति की योजना बनाता है, और तेरे अमृत आलिंगन में एक हो जाने के लिये अश्रु बहाता आतुर रहता है; उसकी तुझे कोई फिक्र ही नहीं, यह कितना आश्चर्यजनक है ?

जो तेरे पीछे पागल है; जिसका दीवाना दिल दिलरूबा बनकर तेरी दैवी ध्वनि से द्रवीभूत होता है; जिसके हृदय और रोम-रोम में एक तेरे ही राग की रागिनी उठ रही है, प्राण के पावन प्रदेश से तेरा ही प्रेम-प्रवाह प्रकट होता है, और जिसको तेरे सिवा अन्य कुछ भी श्रेय और प्रेय नहीं है, उसके लिये तेरे प्राण नहीं पिघलते – क्या यह एक महान आश्चर्य, अरे, आश्चर्यो का भी परम आश्चर्य नहीं है ?

उठ मेरे प्राणाधार, तू अन्य किसीसे द्रवीभूत न बन अथवा न पिघल, परंतु उस प्रेमसिंधु के प्रेम से तो पिघल । इसके बिना तेरा महत्व क्या रहेगा ? तुझे स्नेह और सहानुभूति का सिन्धु भी कौन कहेगा ?

Add comment

Security code
Refresh

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner

prabhu-handwriting

Video Gallery

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai