Text Size

એવી આપણી પ્રીત

એવી આપણી પ્રીત
પ્રગટી એવી શાશ્વત પ્રીત.

અંધારઘેરાં અભ્રોને ભેદી ને આજ પ્રતીચિને ભાલ,
રંગોળી રેલતાં સૂર્ય પ્રવેશે પ્રકૃતિને કરી ન્યાલ,
મંથનના પરિણામે દેવોને પ્રાપ્ત થયું નવનીત ... એવી

ક્ષણક્ષણ વાધે સ્વાદુ સરોદો સંજીવન આપે,
જાડ્ય ક્લેશ કે કીટ બધાંયે જીવનના કાપે,
પ્રકટ બનતાં જ બન્યું પાવન ને પુલકિત કેવું ચિત્ત ! ... એવી
 
વસંત શી પાનખરે, રણમાં વનસ્થલી જેવી,
સરિતાઓ જીવનની એણે ધન્ય કરી કેવી,
ગાવી એને કેમ કરીને બન્યાં આપણે ગીત ... એવી

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous

prabhu-handwriting