Text Size

Prasna

First Question, Verse 07-09

स एष वैश्वानरो विश्वरुपः प्राणोऽग्निरुदयते ।
तदेतदृचाऽभ्युक्तम् ॥७॥

Sa esa vaisvanaro visvarupah prano'gni rudayate ।
Tadetadrcha'bhyuktam ॥7॥

જીવમાત્રના શરીરમાં જે જઠરાગ્નિ રૂપે રે’છે,
પ્રાણ થઈને રે’છે, તે પણ સ્વરૂપ સૂર્યનું છે સાચે. ॥૭॥
*
विश्वरूपं हरिणं जातवेदसं परायणं ज्योतिरेकं तपन्तम् ।
सहस्ररश्मिः शतधा वर्तमानः प्राणः प्रजानामुदयत्येष सूर्यः ॥८॥

Visvarupam harinam jatavedasam
Parayanam jyotirekam tapantam ।
Sahastra rasmih satadha vartamanah
Pranah prajanam udayatyesa suryah ॥ 8॥

પ્રકાશનું છે કેન્દ્ર સૂર્ય તે, સૌનો છે આધાર ખરે,
સર્વજ્ઞ અને તપેલ છે તે, જોટો તેનો ના જ જડે;
હજારને તે સહાય કરતો, હજાર કિરણો ઢાળે છે,
જીવોનો છે પ્રાણ સૂર્ય તે, જુઓ હમેશ પ્રકાશ છે. ॥૮॥
*
બાર માસવાળો કાલ - સંવત્સર


संवत्सरो वै प्रजापतिस्तस्यायने दक्षिणं चोत्तरं च ।
तद्ये ह वै तदिष्टापूर्ते कृतमित्युपासते ते चान्द्रमसमेव लोकमभिजयन्ते ।
त एव पुनरावर्तन्ते तस्मादेत ऋषयः प्रजाकामा दक्षिणं प्रतिपद्यन्ते ।
एष ह वै रयिर्यः पितृयाणः ॥९॥

Samvatsaro vai prajapatistasyayane daksinam cottaram cha ।
Tadye ha vai tadistapurte krtamityupasate
te chandramasameva Lokamabhijayante ।
Ta eva punaravartante tasmadeta rsayah
Prajakama daksinam pratipadyante ।
Esa ha vai rayiryah Pitryanah ॥9॥

સંવત્સર છે સ્વરૂપ પ્રભુનું, બે છે તેનાં અયન કહ્યાં,
ઉત્તર દક્ષિણ, પ્રાણ અને રયિનાં છે બંને રૂપ કહ્યાં;
સકામ ભાવે ભોગ્ય વસ્તુને માટે તપને જે કરતા,
ચંદ્રલોકમાં જાય તે બધા ગણાય છે દક્ષિણપથના.
પિતૃયાણ આ માર્ગ કહ્યો છે ત્યાંથી જન્મ ફરી થાયે,
રયિનું છે તે રૂપ, કામનાવાળા ઋષિઓ ત્યાં જાયે. ॥૯॥