Text Size

ઓ દેવ મારા

ઓ દેવ મારા, વરસો કૃપા છો !

પ્રેમસિંધુ ઉછળે મારે માટે તમારો,
એમાં ના ઓટ કદી હો;
આઠે પહોર રહો ભરતી ભલેને,
જીવનને ધન્ય કરી દો ! ... ઓ દેવ મારા.

ટમકે આ તારલિયા, લાખલાખ લોચનિયે
દેખો મને એમ છો;
હુંયે તમારું ચારૂ રૂપ જ નિહાળું,
પલક પડે ના હો ! ... ઓ દેવ મારા.

રજની સંગાથ રહે ચાંદલિયો તેમ તમે,
મારી સંગાથ સદા હો;
આવે અમાસ કદી મારે ના કિન્તુ,
અંગઅંગ અજવાળી દો ! ... ઓ દેવ મારા.

કોઈ તમારા વિના મારું કે પ્યારું ના
જીવનમહીં મને હો;
હૈયામાંયે તમારા મારે માટેની
ભાવોર્મિને ભરી દો ! ... ઓ દેવ મારા.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

What you are aware of you are in control of; what you are not aware of is in control of you.
- Anthony De Mello

prabhu-handwriting