Text Size

Shvetashvatara

Chapter 2, Verse 03

युक्त्वाय मनसा देवान् सुवर्यतो धिया दिवम् ।
बृहज्ज्योतिः करिष्यतः सविता प्रसुवाति तान् ॥३॥

yuktvaya manasa devan suvaryato dhiya divam ।
brhajjyotih karisyatah savita prasuvati tan ॥ 3॥

સ્વર્ગસમા લોકોમાં જાયે, આકાશે પણ જાયે છે,
ઈન્દ્રિયના દેવોનો પ્રકાશ, સાચે ખૂબ જ ભારે છે;
તે દેવોનો પ્રકાશ મન ને બુદ્ધિ અમારી પામી લે,
કરો પ્રેરણા એવી સારી સૃષ્ટિના જે સ્વામી તે.
તે પ્રકાશ મન ને ઈન્દ્રિયમાં ફેલાઈ સઘળે જાશે,
પરમાત્માના ધ્યાનરૂપી સાધનમાં તે મદદે રે’શે. ॥૩॥

અર્થઃ

સવિતા - સર્વનું સર્જન કરનારા પરમાત્મા
સુવઃ - સ્વર્ગાદિ લોકમાં (અને)
દિવમ્ - આકાશમાં
યતઃ - ગમન કરનારા (તથા)
બૃહત્ - વિશાળ
જ્યોતિઃ - પ્રકાશ
કરિષ્યતઃ - ફેલાવનારા
તાન્ - તે (મન-ઇન્દ્રિયોના અધિષ્ઠાતા)
દેવાન્ - દેવોને
મનસા - અમારા મનથી (ને)
ધિયા - બુદ્ધિથી
યુક્ત્વાય - જોડીને (પ્રકાશ પહોંચાડવા માટે)
પ્રસુવાતિ - પ્રેરણા કરે છે (અથવા કરે).

ભાવાર્થઃ

મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા સ્વર્ગાદિ લોકોમાં વિચરનારા, આકાશમાં વિહરનારા અને પ્રખર પ્રકાશ ફેલાવનારા છે. એ દેવોની શક્તિને અમારા મન અને અમારી બુદ્ધિ સાથે જોડીને, પરમ કૃપાળુ પરમાત્મા અમને પ્રકાશ પ્રદાન કરવાની પ્રેરણા કરે, જેથી એ પરમાત્માનો સાક્ષાત્કાર ધ્યાનાવસ્થામાં સુલભ બને. અમારું મન સદા નિર્મળ અને મંગલ રહે, અમારી બુદ્ધિ પણ સ્વસ્થ બને અને જીવન સર્વપ્રકારે સાર્થક થાય.