Text Size

માતા

શબ્દોમહીં મધુર મંગલ શબ્દ માતા
સૌથી વિશેષ સુખકારક શબ્દકોશે,
સૌથી પવિત્ર વધુ શાંતિભરેલ નાનો
મોટો છતાંય મહિમામય શબ્દ 'મા'નો.

આરંભ શૈશવતણો શુચિ થાય ત્યારે
જોવાય મા પ્રથમ એ જ બની વિધાત્રી
પોષે પ્રસન્ન શિશુને નિજ પ્રાણપ્યારે,
પુષ્પો ઉગે પ્રથમ કોમળ એ જ ક્યારે.

સૌ યોનિમાં પરમ માનવ યોનિ માની,
એમાં વિશેષ મહિમાન્વિત યોનિ 'મા'ની;
નીર્મે સદા પુરૂષને મધુ શ્રેષ્ઠ માતા,
વંદે પવિત્ર પદને સુર ને વિધાતા.

મંત્રોમહીં પરમમંગલ મંત્ર માતા,
અર્પે સમુન્નતિ સનાતન શક્તિ જ્ઞાતા;
રૂપો અનેક ધરતા વિભુ કિન્તુ અંતે
રૂપે કૃતાર્થ બનતાં રસપૂર્ણ 'મા'ના.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

In the practice of tolerance, one's enemy is the best teacher.
- Dalai Lama

prabhu-handwriting