Text Size

માનાર્હ

કેવી તમારી શુચિ આત્મભાવના
સંશુદ્ધિ સાર્વત્રિક શ્રેયકામના
પવિત્રતા માનવતા ઉદાત્તતા
નિર્માનતા સ્વાશ્રયવૃતિ ને દયા.
નિર્મોહ કેવો અણિશુદ્ધ પ્રેમ,
વિદ્વેષમાંયે નિતનવ્ય નેમ.
તમે થયાં લોહ ન લોહસંગે
કરી દીધાં કંચન કૈંક લોહનાં
રહી સદા પારસ, દિવ્ય હેમ.

વિરોધ આઘાતમહીંય સેવ્યું
સુખેદુઃખે વ્યાધિ છતાંય સ્થૈર્ય,
પ્રલોભનોથી ન ડગ્યાં જરાયે
અખંડ ધારી અણમોલ ધૈર્ય
ધપ્યાં અનાસક્ત રહી અસંગ
વિદાય લીધી કટુતા વિના ને.
મમત્વ ના દ્વેષ નહીં ન વાસના
સંમોહ ના સ્વલ્પ રહી શક્યો ઉરે,
વેરી તમારાં બનતાંય આજે
સાક્ષી વહાવી કદી અશ્રુને પૂરે.

ના ગંગ કે ના જગદંબ માનું
દેવીય ના દિવ્ય ભલે પ્રમાણું
માનું તમોને જનની જ માનવી.
માનાર્હ લાગે મુજને અનોખી
વિશિષ્ટતા તોપણ તે તમારી.
એની પ્રકાશે સ્મૃતિ જિંદગીમાં
દે પ્રેરણા નિત્યનવીન સર્વને.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting