Text Size

કૈલાસ માનસરોવર - ૨

લીપૂ માર્ગ : ટનકપુરથી કૈલાસ જતો લીપૂ માર્ગ બીજા માર્ગો કરતાં ટૂંકો છે. એ માર્ગે યાત્રા કરનાર યાત્રીએ જૂનના પહેલા અઠવાડિયામાં ટનકપુર પહોંચી જવું પડે છે. વરસાદમાં એ માર્ગ વચ્ચે વચ્ચે બગડી જાય છે.

લીપૂમાર્ગનું વર્ણન 

ક્રમ સ્થળ અગાઉના મુકામથી અંતર
(માઈલ)
સવલતો તથા અન્ય માહિતી
 ટનકપુર -  પ્રસ્થાન-સ્થળ
પિથૌરાગઢ ૯પ મોટર દ્વારા આવી શકાય છે. બજાર, ડાકબંગલો જેવી વ્યવસ્થા છે.
3 કનાલીછાના ૧૪  ડાકબંગલો છે. આ સ્થળથી એક માઈલ દૂર સાત છે, જ્યારે બે માઈલ દૂર મલાન છે.
આસ્કોટ  ૯  ધર્મશાળા તથા ડાકબંગલો છે. આ સ્થળથી પાંચ માઈલ દૂર જૌલજેબી છે, જ્યાં કાલી તથા ગૌરી એ બે નદીઓનો સંગમ થાય છે. એ સંગમ પવિત્ર મનાય છે. ત્યાં નાનું બજાર પણ છે.
બલવાકોટ ૬.પ ડાકબંગલો છે. અહીંથી પાંચ માઈલ દૂર કાલકા છે. ધર્મશાળા ને ડાકબંગલો છે. અહીંથી મજૂર તથા સવારીનું પ્રાણી બદલી શકાય છે.
 ધારચૂલા અહીંથી પાંચ માઈલ દૂર કાલકા છે. ધર્મશાળા ને ડાકબંગલો છે. અહીંથી મજૂર તથા સવારીનું પ્રાણી બદલી શકાય છે.
ખેલા  ૧ર -
પાંગુ  ૭ માર્ગમાં ત્રણેક માઈલનું ચઢાણ છે. ધર્મશાળા છે. આ સ્થળથી ત્રણ માઈલ દૂર નારાયણસ્વામીનો આશ્રમ છે, જ્યાંથી કૈલાસ જતા યાત્રીઓને માર્ગદર્શન મળી રહે છે. અહીંથી બે માઈલ દૂર સિરધંગ છે.
સિરખા ધર્મશાળા છે.
૧0 જુપતી  ૯ -
૧૧ માલખા ધર્મશાળા છે.
૧ર બુડ્ડી -
૧3 ગરબ્યાંગ અહીં ભારતીય હદ પૂરી થાય છે. ધર્મશાળા, ડાકબંગલો ને બજાર છે. અહીંથી આગળની યાત્રા માટેની સામગ્રી લઈ લેવી પડે છે. અહીં માર્ગની છેલ્લી પોસ્ટઑફિસ છે.
૧૪ કાલાપાની ૧ર ધર્મશાળા છે.
૧પ સંગચુમ  ૬ બરફથી ઘેરાયેલું સુંદર મેદાન છે.
૧૬ લીપૂઘાટી 3 બરફ પરનું દુષ્કર ચઢાણ છે.
૧૭ પાલા એકદમ ઉતરાણ કરવું પડે છે. ત્યાં મેદાન અને ધર્મશાળા છે.
૧८ તકલાકોટ અહીં તિબેટનું પહેલું બજાર છે. અહીંથી સવારી બદલવી પડે છે. આ સ્થળથી પંદર માઈલ દૂર કોચરનાથતીર્થમાં રામ, લક્ષ્મણ અને સીતાની સુંદર મૂર્તિઓ છે. એના દર્શને, ઘોડેસવારી દ્વારા જઈને સાંજ સુધીમાં પાછા આવી શકાય છે.
૧૯ માંચા ૧ર -
ર0 રાક્ષસતાલ ૧ર આ જગ્યાએ મેદાન છે.
ર૧ ગુસુલ માનસરોવરના તટ પર આવેલું છે.
રર જયુગુમ્ફા માનસરોવરના તટ પર આવેલું છે.
ર3 બરખા ૧0 નાનકડું ગામ છે.
ર૪ બાંગટૂ અહીં મેદાન અને નાનું બજાર છે.
રપ દરચિન અહીં પણ મેદાન અને બજાર છે. સવારી બદલવી પડે છે. આ સ્થળેથી જ કૈલાસની પરિક્રમા શરૂ થાય છે.

કૈલાસ પરિક્રમાનું વર્ણન

દર્શાવેલા ક્રમ પ્રમાણે : (૧) દરચિનથી લંડીફૂ (નંદી ગુફા) : ૪ માઈલ (ર) ડેરફૂ : ८ માઈલ. ત્યાંથી ૧ માઈલ આગળ જતાં સિંધુ નદીનો જ્યાં ઊગમ થાય છે તે સ્થાન આવે છે. (3) ગૌરીકુંડ : 3 માઈલ. સખત ચઢાણ છે. એ સ્થળ સમુદ્રસપાટીથી ૧૯,000 ફૂટ ઊંચું હોઈ બરફથી છવાયેલું છે. (૪) જંડલફૂ : ૧૧ માઈલ. એમાં બે માઈલનું આકરું ઉતરાણ છે. (પ) દરચિન : ૬ માઈલ

બીજો માર્ગ : બદરીનાથ બાજુથી કૈલાસ જવા માટે નીતિઘાટીનો માર્ગ ટૂંકો છે. જોકે જોશીમઠથી આગળનો માર્ગ જરા વધારે કપરો છે. એ માર્ગે જનાર યાત્રીને હરિદ્વાર, હૃષીકેશ, બદરીનાથ તથા કેદારનાથ જેવાં તીર્થોની યાત્રાનો લાભ મળી રહે છે. એ માર્ગની યાત્રા જૂનના છેલ્લા અઠવાડિયામાં શરૂ થાય છે. એ માર્ગનું ક્રમાનુસાર સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે :

હૃષીકેશથી મોટર મારફત ૧૪પ માઈલ જોશીમઠ, ત્યાંથી તપોવન ૬ માઈલ, ત્યાંથી સુરાઈ ઠોટા ૭ માઈલ, જુમ્બા ૧૧ માઈલ, મલારી ૬ માઈલ, લાંબા ૭ માઈલ, ત્યાંથી નીતીઘાટી 3 માઈલ. એ ભારતની સીમાનું છેલ્લું ગામ છે, કે જ્યાંથી જરૂરી વસ્તુઓ લઈ લેવી પડે છે. નીતીઘાટીથી હોતીઘાટી પ માઈલ. ભારે ચઢાણ-ઉતરાણ. બરફમાંથી પસાર થવું પડે છે. ત્યાંથી હોતી ૬ માઈલ. ત્યાં ચીની સૈનિકોની ચોકી છે. હોતીથી એક માર્ગ શિવચુલમ-ખિંગલુંગ થઈને તીર્થપુરી જાય છે, ને બીજો માર્ગ નીચે પ્રમાણે આગળ વધે છે : જયૂતાલ ૧૧ માઈલ, જયૂંગલ ૧૧ માઈલ, ત્યાંથી અલંગતારા ૧૧ માઈલ, ગોજીમરૂ ૯ માઈલ, દેંગો ૧૧ માઈલ. ત્યાં સવારી બદલાય છે. ત્યાંથી ગુરુજ્ઞામ ૧0 માઈલ અને તીર્થપુરી લગભગ ૬ માઈલ. ત્યાં બૌદ્ધમંદિર ને ગરમ પાણીનું ઝરણું છે. ત્યાંથી શિલચક્ર ર0 માઈલ, લંડીફૂ ર0 માઈલ, ડેરફૂ ८ માઈલ, ગૌરીકુંડ 3 માઈલ, જંડલફૂ ૧૧ માઈલ, બાંગટૂ ८ માઈલ, ને જયૂગુંફા (માનસરોવર-તટ) ૧ર માઈલ છે. ત્યાંથી બરખા ગામ ૧ર માઈલ, ને જ્ઞાનિમા મંડી કે ડંચૂ રર માઈલ છે. ત્યાં સવારી બદલાય છે.

ત્રીજો માર્ગ : ત્રીજો માર્ગ ક્રમશઃ આ પ્રમાણે છે : કાઠગોદામથી અલ્મોડા થઈને મોટરમાં કપકોટ ૧3८ માઈલ, ત્યાંથી માની 3 માઈલ, દેવીબગડ ૪ માઈલ, શામા પ માઈલ, રમારી ર માઈલ, તેજમ 3 માઈલ, કુઈટી 3 માઈલ, ગિરગાંવ પ માઈલ, સ્થપાની ર માઈલ, કાલુમુનિ ર માઈલ, તિકસેન ૪ માઈલ (ત્યાં સવારી બદલાય છે), રાંતી ર માઈલ (ડાકબંગલો છે), બોગડયાર ૧0 માઈલ (ડાકબંગલો છે), રીલકોટ ૭ માઈલ (ધર્મશાળા છે ત્યાંથી ૧૯ માઈલ દૂર નંદાદેવી પર્વત આવેલો છે, જેને જોઈને યાત્રીઓ તે જ દિવસે પાછા આવી શકે છે), મિલમ ૯ માઈલ (ધર્મશાળા છે. ભારતની સીમાનું એ છેલ્લું મુકામ-સ્થળ છે. ત્યાં બજાર તથા પોસ્ટઑફિસ છે. ત્યાંથી મજૂર તથા સવારી બદલાય છે), ત્યાંથી પુંગ ૯ માઈલ (ધર્મશાળા છે), ત્યાંથી છિરચુન ર0 માઈલ છે. એ માર્ગે સમુદ્રસપાટીથી આશરે ૧८,000 ફૂટ ઊંચે આવેલી ઊટા, જયંતી તથા કુંગરીબિંગરી નામની, બરફની ત્રણ પર્વતમાળાઓ પસાર કરવી પડે છે. ચઢાણ-ઊતરાણ કપરું છે. ત્યાંથી ઠાજાંગ ૧0 માઈલ, માનીથંગા ૭ માઈલ, ખિગલુંગ ર૪ માઈલ (બારેક માઈલ સુધી પાણી નથી મળતું. ત્યાં બૌદ્ધ મંદિર તથા ગંધયુક્ત ગરમ પાણીનું સુંદર ઝરણું છે), ત્યાંથી ગુરુચ્યાંગ ૧0 માઈલ, ને ત્યાંથી તીર્થપુરી ૬ માઈલ છે. તીર્થપુરીથી આગળનો માર્ગ નીતીઘાટવાળા માર્ગ પ્રમાણે છે.

કૈલાસયાત્રા વૃદ્ધોને માટે કપરી છે જ, પરંતુ જેમનું શરીર ઘણું ભારે હોય, અથવા જે હૃદયરોગ, સંગ્રહણીરોગ અથવા શ્વાસરોગથી પીડાતા હોય તેમને માટે તો તે અશક્ય જેવી છે. બાળકોને માટે પણ વર્જ્ય જ છે.

Today's Quote

When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.
- Mahatma Gandhi

prabhu-handwriting