Wednesday, June 19, 2013
   
Text Size

Chapter 4, Verse 10-15

यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह ।
मृत्योः स मृत्युमाप्रोति य इह नानेव पश्यति ॥१०॥
yadev eha tad amutra yad amutra tad anviha ।
mrutyoh sa mrityum apnoti ya iha naneva pashyati ॥10॥

આ જગમાં જે બ્રહ્મતત્વ તે પરલોકે પણ વ્યાપક છે,
ભેદ જુએ જે પ્રભુમાં તેને જન્મમરણ કૈં વાર મળે. ॥૧૦॥

मनसैवेदमाप्तव्यं नेह नानास्ति किंचन ।
मृत्यो: स मृत्युं गच्छति य इह नानेव पश्यति ॥११॥
manas aiv edam aptavyam neha nanasti kinchana ।
mrutyoh sa mrutyum gacchhati ya iha naneva pashyati ॥11॥

પવિત્ર મનથી કેવલ મથતાં મળી શકે છે પરમાત્મા,
(પરમાત્માના વિના કૈં નથી, જગમાં છે બસ પરમાત્મા)
ભેદભાવ જે જુએ તે પડે જન્મમરણના ચક્કરમાં. ॥૧૧॥
*
अङ्गुष्ठमात्र: पुरुषो मध्य आत्मनि तिष्ठति ।
ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते ॥ एतद् वै तत् ॥१२॥
angushtha-matrah purusho madhya atmani tishthati ।
ishano bhuta-bhavyasya na tato vijugupsate ।
etad vai tat ॥12॥

ત્રણ કાળતણો જ્ઞાતા, શાસનકર્તા એવો પરમાત્મા,
અંગુઠાતણા માપ જેટલો હૃદયમહીં સૌનાય રહે;
તેને જે જાણી લે તેને ઘૃણા શોક ના કૈંય રહે,
નચિકેતા, એ પરમાત્મા છે એમ ફરી તું જાણી લે. ॥૧૨॥
*
अङ्गुष्ठमात्रः पुरुषो ज्योतिरिवाधूमकः ।
ईशानो भूतभव्यस्य स एवाद्य स उ श्वः ॥ एतद् वै तत् ॥१३॥
angushtha-matrah purusho jyotir-iv-adhumakah ।
ishano bhuta-bhavyasya sa evadya sa u shvah ।
etad vai tat ॥13॥

અંગુઠાસમો પરમાત્મા છે જ્યોતિ બની હૃદયે રે’તો,
ધુમાડો નથી તે જ્યોતિને, સર્વકાળમાં તે રે’તો. ॥૧૩॥
*
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति ।
एवं धर्मान् पृथक् पश्यंस्तानेवानुविधावति ॥१४॥
yatha-udakam durge vrushtam parvateshu vidhavati ।
evam dharman pruthak pashyams-tan-ev-anuvidhavati ॥14॥

પહાડ પર વરસે પાણી તે જેમ ખીણમાં જાયે છે,
તેમ જુદાઈ રાખે પ્રભુથી તે નીચે પછડાયે છે. ॥૧૪॥
*
यथोदकं शुद्धेशुद्धमासिक्तं तादृगेव भवति ।
एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥१५॥
yatha-udakam shuddhe shuddham asiktam tadrig eva bhavati ।
evam muner-vijanata atma bhavati Gautama ॥15॥

પવિત્ર જલમાં પાણી વરસે તે પણ જેમ પવિત્ર બને,
પ્રભુને તેમજ જે જાણી લે તે પ્રભુ સાથે એક બને. ॥૧૫॥
*
બીજો અધ્યાય | પ્રથમ વલ્લી પૂરી
iti kathopanishadi dvitiy adhyaye prathama valli ॥

Today's Quote

If you think you're free, there's no escape possible.
- Ram Dass 

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 32 guests online