Friday, May 24, 2013
   
Text Size

Chapter 3, Verse 03

तेऽग्निमब्रुवञ्जातवेद एतद्विजानीहि किमिदं यक्षमिति तथेति ॥३॥

te 'gnim abruvan jata-veda etad vijanihi
kim etad yaksham iti tatheti.

દેવો સમજ્યા નહીં યક્ષને, અગ્નિદેવને એમ કહ્યું,
જાવ અગ્નિ, આ યક્ષ કોણ છે જુઓ; અગ્નિએ સારું કહ્યું;
ગયા અગ્નિ ત્યાં; તમે કોણ છો, યક્ષે તેને એમ પૂછ્યું;
અગ્નિદેવ છે નામ મારું, આ પૃથ્વી બાળી સર્વ શકું! ॥૩-૫॥

અર્થઃ

તે - એ ઇન્દ્રાદિ દેવોએ
અગ્નિમ્ - અગ્નિદેવને
ઇતિ - એવું
અબ્રુવન - કહ્યું
જાતવેદઃ - હે જાતવેદા
એતત્ - એ વાતની
વિજાનીહિ - સારી પેઠે માહિતી મેળવો
ઇદમ યક્ષમ્ - આ યક્ષ
કિમ્ ઇતિ - કોણ છે
તથા ઇતિ - અગ્નિએ કહ્યું કે સારું.

ભાવાર્થઃ

યક્ષના એવા અદભૂત આશ્ચર્યકારક અસાધારણ સ્વરૂપને જોઇને દેવોને ખૂબ જ વિસ્મય થયો. એ સ્વરૂપના રહસ્યને એ સમજી શક્યા નહીં. એમને થયું કે આ યક્ષ કોણ હશે ? એમની પાસે પહોંચીને એના વિશે શક્યા એટલી સઘળી માહિતી મેળવવાનું કાર્ય એમણે અગ્નિદેવને સોંપ્યું. અગ્નિને માટે અહીં જાતવેદા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અગ્નિદેવ અત્યંત ઓજસ્વી છે, સૌના સાક્ષી છે, વેદાર્થને જાણનારા છે, અને જગતના જુદાજુદા પદાર્થોને જાણે છે, એટલા માટે એમને જાતવેદા કહ્યા છે. દેવોએ એમને પોતાના પ્રતિનિધિ બનાવ્યા.

 

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 24 guests online

View site in