Wednesday, May 22, 2013
   
Text Size

પાપ ને પ્રકાશ

રોજ સાંજે એ સંતપુરુષ રસ્તા પરથી પસાર થતા, ને રોજ સાંજે એ રૂપજીવિની તેમના દર્શનથી પ્રસન્ન થતી. મકાનની ઉપલી બારીમાંથી તે છૂપી રીતે સંતનું દર્શન કરી લેતી.

એક વાર તો તેણે હિંમત કરી. સંતના માર્ગમાં ઊભી રહી ને વંદન કરીને તે બોલી ઉઠી, ‘પ્રભુ, મારે ત્યાં પણ પધારશો? મારા ઘરને પણ પાવન કરશો?’

ને સંતે તેની માગણીનો સ્વીકાર કર્યો.

સંતને આસન આપી ને તેમનું પૂજન કરીને તે આંખમાં આંસુ સાથે બોલી ઉઠી : ‘પ્રભુ, પાપ કરતાં મેં પાછું વાળીને જોયું નથી, હવે મારું શું થશે?’

સંતે કહ્યું: ‘પાપની ચિંતા કરવાથી શું વળશે? આંસુના પ્રવાહમાં પાપની વાસનાને ધોઈ નાખ એટલે તું પાપથી મુક્ત ને પુણ્યશાળી જ છે. હવેથી પાપ ના કરવાનો સંકલ્પ કર. એટલે તું પુણ્યશાળી જ છે.’

ને તે જ વખતે રૂપજીવિનીનો પાપભાર દૂર થઈ ગયો. તેનું જીવન પલટાઈ ગયું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi 
13.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 56 guests online

View site in