Text Size

Yog Sutra

Samadhi Pada : Verse 11 - 15

११. अनुभूतविषयासंप्रमोषः स्मृतिः ।
11. anubhuta vishaya asampramoshah smrutih

જુદી જુદી વૃત્તિઓ દ્વારા અનુભવવામાં આવેલા વિષયોના સંસ્કાર ચિત્તમાં પડ્યા હોય છે. કોઇ નિમિત્તને લીધે તે ફરીવાર જાગી જાય કે પ્રકટ થાય, તેને સ્મૃતિ કહે છે.

સ્મૃતિ પણ ક્લિષ્ટ કે અક્લિષ્ટ એમ બે જાતની છે. સાધના ને જીવનની ઉન્નતિમાં મદદ કરનારી સ્મૃતિને અકલિષ્ટ, અને તે સિવાયની બીજી જાતની સ્મૃતિને ક્લિષ્ટ સ્મૃતિ કહે છે.

*

१२. अभ्यासवैराग्याभ्यां तन्निरोधः ।
12. abhyasa vairagyabhyam tat nirodhah

ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાના બે ઉપાય છે - અભ્યાસ અને વૈરાગ્ય.

*

१३. तत्र स्थितौ यत्नोऽभ्यासः ।
13. tatra sthitau yatnah abhyasa

સ્વભાવથી ચંચલ એવા મનને સ્થિર કરવા માટે વારંવાર પ્રયાસ કરવો તે અભ્યાસ કહેવાય છે.

*

१४. स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ।
14. sah tu dirgha kala nairantaira satkara asevitah drudha bhumih

તે અભ્યાસ લાંબા વખત લગી, નિરંતર, ઉત્સાહ ને પ્રેમપૂર્વક તથા સંપૂર્ણપણે કરતા રહેવાથી છેવટે પરિપક્વ કે દૃઢ થઇ શકે છે.

*

१५. दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् ।
15. drusta anushravika vishaya vitrushnasya vashikara sanjna vairagyam

જોયેલા કે સાંભળેલા વિષયો પરથી જ્યારે મન ઉપરામ થઇ જાય અથવા તૃષ્ણારહિત બની જાય, ત્યારે તે વિષયોને મેળવવાની ઇચ્છાનો અંત આવી જાય છે. તેવા કામના વિનાના ચિત્તની જે વશીકાર નામની અવસ્થા છે તે વૈરાગ્ય કહેવાય છે.