મા શારદાના ચારુ ચરણે સો કરતાં વધુ ગ્રંથો અર્પણ કરનાર મહાત્મા શ્રી યોગેશ્વરજી એક સમર્થ સંત અને સાહિત્યકાર હતા. આ વેબસાઈટ તેમના અદભુત જીવનને તેમના અનેકવિધ સર્જનો - જેવા કે ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, સાધકો સાથેની પ્રશ્નોત્તરી, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો તથા તેમની પોતાની સુપ્રસિદ્ધ આત્મકથા દ્વારા અભિવ્યક્ત કરે છે. અહીં આપ તેમના દ્વારા ગુજરાતીમાં પદ્યાનુવાદ કરાયેલ રામચરિતમાનસ, ભગવદ ગીતા, ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ ઉપરાંત ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા બહુવિધ ગ્રંથો જેવાં કે બ્રહ્મસૂત્ર, મહર્ષિ પતંજલિના યોગસૂત્રો, વિવિધ ઉપનિષદો, મહાભારત, ભાગવત તથા રામાયણને ગુજરાતીમાં માણી શકશો.
નરસિંહ મહેતા, મીરાંબાઈ, કબીર અને ગંગાસતીના પ્રસિદ્ધ ભક્તિપદો, જાણીતા ગુજરાતી ભજનો, સ્તુતિ, આરતી, બાવની અને સ્તવનો ઉપરાંત આપ મા સર્વેશ્વરી રચિત અનેકવિધ ભજનોને તેમના કંઠે તથા યોગેશ્વરજીના ભજનોને પ્રસિદ્ધ ગાયક આશિત અને હેમા દેસાઈના કંઠે અમારા ઓડિયો વિભાગમાં સાંભળી શકશો. યોગેશ્વરજી દ્વારા લિખિત વિવિધ પુસ્તકો ઉપરાંત ભગવદ્ ગીતા, ઉપનિષદ, ભાગવત, રામચરિતમાનસ જેવા ગ્રંથોને ઈ-બુક સ્વરૂપે ડાઉનલોડ વિભાગમાંથી મેળવી શકશો. આ વેબસાઈટ વિશેના તમારા પ્રતિભાવોની અમને પ્રતીક્ષા રહેશે. તમારી મુલાકાત બદલ આભાર.
Author of more than hundred books, Shri Yogeshwarji was a self-realized saint, an accomplished yogi, an excellent orator and an above par spiritual poet and writer. This site highlights his life and works with the help of his inspirational writings, articles, books, bhajans, lectures, letters, poems, Q&A and teachings. You can explore Ramayan, Bhagavat, Mahabharat, Bhagavad-Gita, Upanishads, Brahma sutra, Yog Sutra, Gopi Geet, Shivmahimna stotra and Vishnu Sahasranam text with his Gujarati translation and comments. Besides Narsinh Mehta, Meera Bai, Kabir, Ganga Sati and many popular Gujarati Bhajans, you can explore Maa Sarveshwari and Yogeshwarji's bhajans from our audio section. Adhyatma, a spiritual Gujarati monthly and Yogeshwarji's literary work in e-book format are available for online reading. If you like, please sign our Guest book. We welcome your comments.