કેવી વ્યભિચારીણી સ્ત્રી !
સુંદર પ્રેમલ ઘરની શોભા જેવી જો કે સ્ત્રી,
પ્રિયતમમાં પણ પોતાના ગોઠે ના એનો જી ! ....કેવી
કામ કરે ઘરમાં પણ એના દિલનો તાગ નહીં,
આઠે પહોર ઉદાસ જેવી, ઘરમાં ચેન નહીં ! ....કેવી
હરણ ચિત્ત છે કરેલું ચોરે તેને વિસરે નહીં,
રાતદિવસ એની નયને ને હૃદયે રહે છબી ! ....કેવી
ચિત્ત કેવું છે એનું, એને સ્હેજ સમાધિ થતી,
સ્નેહછલેલ સમજજો પ્રભુજી, એવું મારું ચિત્ત ! ....કેવી
- શ્રી યોગેશ્વરજી