એવા સદ્ ગુરૂ શરણે જાવું મારે પ્રેમથી રે.
જેણે પ્રાપ્ત કર્યું નિર્વાણ.
તોયે દયા કરીને જીવે જગહિત નેમથી રે.
એવા દયાતણા ભંડાર, .... એવા સદ્ ગુરૂ શરણે
એનાં ચરણો ધોવાં મારે આંસુધારથી રે.
એની માત્ર દષ્ટિ પડતા જ,
શાંતિ તણી વરસે રસધાર,
એમાં ન્હાઈ મારે મુક્ત થઈ જવું દેહથી રે. .... એવા સદ્ ગુરૂ શરણે
દિવસો જાયે, રાતો જાયે, જાયે સાંજસવાર;
મનમાં છે ના ચેન મહારે, ઊંડી ઊંડી પ્યાસ.
પામી આવો માનવ દેહ,
દેવો દિવ્ય બનાવી મારે એને સ્હેલથી રે.
તે તો સદ્ ગુરૂ મળતાં થાય. ...એવા સદ્ ગુરૂ શરણે
અંતર રડતાં વારંવાર,
પ્રાર્થના કરે દિવસ રાત
પ્રભુજી મિલવો એવા સિદ્ધ દિવ્ય ગુરૂદેવથી રે.
- શ્રી યોગેશ્વરજી