MP3 Audio
{audio}http://www.swargarohan.net/media/maa/abhipsa/001.mp3{/audio}
*
બાહુમાં બળ દે, અમારા બાહુમાં બળ દે!
ઝઝૂમવા જીવનના જંગે વિવેકનું ધન દે;
પ્રકાશ રેલી હૃદય તિમિરના હરી બધા થર લે ... અમારા બાહુમાં બળ દે!
પવિત્ર મનમાં વિચાર પ્રગટે એવી આશિષ દે;
મંગલ ભાવે અંતર ઉભરે, થાય સદાયે જે ... અમારા બાહુમાં બળ દે!
દિવ્ય દ્રષ્ટિ પ્રગટાવી નયને ભલે હંમેશા રે;
અંગે અંગ પ્રસન્ન કરી લે ભરતાં ચેતનને ... અમારા બાહુમાં બળ દે!
પરોપકારે પ્રીત ભલે હો, સેવાનું સુખ દે;
ન્યાય પંથ પર પગલાં ભરીએ છોડી અનૃતને ... અમારા બાહુમાં બળ દે!
દીર્ઘ અલ્પ કે અમર જીવનમાં સાથ સનાતન દે;
મૂલ્યવાન મંગલ સઘળું હો જે હો જીવન તે ... અમારા બાહુમાં બળ દે!
માનવતાના માળી બનીયે પૂજતા રોજ તને;
કોઈની પણ ઉન્નતિ સાધે એવું જીવન દે ... અમારા બાહુમાં બળ દે!
- શ્રી યોગેશ્વરજી