જીવંત જાગૃતિમાં બનો ને
સ્વપ્નમાં જાઓ શમી,
તનમાં અને મનમાં વળી
અંતર મહીં જાઓ રમી.
ના એકપણ હો ક્ષણ તમે હો
દૂર જ્યારે મુજ થકી,
હો તાપ કે છાયા, ભલે
વરસે કદી વિષ કે અમી.
ઉન્માદથી તમ પ્રેમના
સ્વર્ગીય મુજ સઘળું બનો,
સાન્નિધ્યથી સઘળું તમારા
સુવાસિત સુંદર હજો !
- શ્રી યોગેશ્વરજી