જોગી બેઠા ગગન અટારી.
ઝરમર ઝરમર વરસે વર્ષા તેમાં મસ્તી માની ... જોગી
પવન વિના જ્યાં વાયુ વહેતા, અગ્નિ વિના પરકાશા,
જલ વિના જ્યાં રસ, ધરતી વિણ, ત્યાં સ્થિર રાખીને શ્વાસ ... જોગી
જનમમરણથી પર એ સ્થળમાં; આત્મદ્રષ્ટિ માંડી,
ભેદ બુદ્ધિ અનુભૂતિ ચિત્ત ને ઇન્દ્રિયની સૌ છાંડી ... જોગી
બહાર અંદરથી પલટાયા, સુવર્ણકાયા ધારી,
સ્વાનુભૂતિ સંપન્ન અવસ્થા, ઓળખશે કો ભાઇ ! ... જોગી
- શ્રી યોગેશ્વરજી