શેનાથી કહે કહેને અંતર અંતે મારું બંધાયું ?
ના સંસાર તણા એક રંગથી કદી કદી એ રંગાયું,
તેં કેવો છાંટયો રંગ કહેને, આખર પૂરું રંગાયું ? ....શેનાથી
ના કામક્રોધથી, લોભમોહથી, કદી ન રાગે રંગાયું,
તૃષ્ણા કે આશાના ગઢ બાંધી એક વાર ના ભંગાયું ? ....શેનાથી
ધનથી, વૈભવથી કીર્તિથી નહીં,નહીં સ્નેહથી સંધાયું,
આ અમી શું મોહક કહે કહેને અંતે એમાં છંટાયું ? ....શેનાથી
જે અસંગ તે તુંજ સંગે રાચ્યું, એવું શું તુજ માં ભાળ્યું,
પૂરણ શે ગાઉં મહિમા, એક જ પ્રેમબિન્દુથી રંગાયું ?
જૂગો લગી છૂટી ના શકશે- છોને તુજમાં સંધાયું ! ....શેનાથી
- શ્રી યોગેશ્વરજી