કાગળ મારે લખવો તે કેમ કરી,
ભાવ મારે ભરવો તે કેમ કરી,
લખાયે ના જી ! ... કાગળ
જરીયે મારી કલમ ના ચાલે,
મારે ગાવું તે શું ગાને,
મને સમજાયે ના જી ! ... કાગળ
આંસુના મારાં હેત એવાં,
રહે રાતદા'ડો બંધુ જેવાં,
લખ્યા એક-બે લેખો ભૂંસાયે જી!... કાગળ
ભાવથી ભરેલું તારું નેહ ભર્યું નામ લખી
કાગળ મારે મોકલવો જી ... કાગળ
- શ્રી યોગેશ્વરજી