પ્રશ્ન : ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે એ વાત સાચી છે ? કે પછી એ કોઈ ઉપજાવી કાઢેલી ભ્રાંતિજન્ય વાત કે કલ્પના છે ?
ઉત્તર : ઈશ્વરના સાક્ષાત્કારની વાત તદ્દન વાસ્તવિક અથવો તો સાચી વાત છે. એ કોઈ ઉપજાવી કાઢેલી, નબળા મનની નિશાનીરૂપ ભ્રાંતિજન્ય વાત કે કલ્પના નથી. એ એક ચોક્કસ હકીકત છે, સાધનાના પરિણામે પ્રાપ્ત થનારી સિદ્ધિ છે, અને ઉત્તમ કક્ષાની અવસ્થા છે. એ અવસ્થાનો અનુભવ આજ સુધી કેટલાયે કર્યો છે, અને યોગ્ય દિશામાં પરિશ્રમ કરીને તમે પણ એવો અનુભવ કરીને એની ખાતરી કરી શકો છો. તે જો કેવળ કલ્પના કે ભ્રાંતિ અથવા તો ઉપજાવી કાઢેલી જ વાત હોત તો આટલા બધા વખત સુધી ટકત નહિ. આટલા બધા બુદ્ધિશાળી લોકો એમાં રસ ના લેત, એનું અનુમોદન ના કરત, અને એની વાસ્તવિકતા પર સ્વાનુભવના આધાર પર પ્રકાશ પણ ના પાડત.
પ્રશ્ન : ઈશ્વરનો સાક્ષાત્કાર શરીરની અંદર થાય છે કે શરીરની બહાર થાય છે ?
ઉત્તર : બન્ને પ્રકારનો થતો હોય છે, કેમ કે ઈશ્વર આત્મારૂપે શરીરની અંદર પણ રહે છે, અને સમસ્ત સંસારમાં બહાર પણ વ્યાપક છે. સાધક એ ઈશ્વરને કેવી રીતે અથવા ક્યાં જોવા માગે છે તે પ્રશ્ન છે. જો ઈશ્વરને તે પોતાની અંદર જોવા માગતો હશે તો અંદર જોઈ શકશે, ને બહાર જોવા માગતો હશે તો બહાર જોઈ શકશે. અથવા જો તે ઈશ્વરને બહાર અને અંદર બંને રીતે જોવાની ઈચ્છા રાખતો હશે તો તેવી રીતે પણ તેમનો સાક્ષાત્કાર કરી શકશે.
પ્રશ્ન : ઈશ્વરના સાક્ષાત્કાર માટેનાં મુખ્ય સાધનો કયાં ?
ઉત્તર : હૃદયની નિર્મળતા તથા વૈરાગ્ય અને એ બંને યોગ્યતા સાથેનો આવશ્યક પુરુષાર્થ જેને અંતરંગ સાધના કહેવામાં આવે છે તે. એટલાં સાધનો હોય, અને જો સંગીન માત્રામાં હોય, તો તેમની દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય છે.
પ્રશ્ન : અંતરંગ સાધનામાં મુખ્યત્વે શાનું મહત્વ છે ?
ઉત્તર : ધ્યાન અને જપ અને એમની દ્વારા આવિર્ભાવ પામેલા અસીમ પ્રેમનું મહત્વ અંતરંગ સાધનામાં સવિશેષ છે. જો ઈશ્વરનો સાક્ષાત્કાર તમારી અંદર કરવા માગતા હો તો તમારે નિયમિત ને સતત ધ્યાનનો આધાર લેવો જોઈએ અને જો ઈશ્વરના બહારના કે સાક્ષાત દર્શનની ઈચ્છા હોય તો જપ, પ્રાર્થના કે સેવા પૂજાનો આશ્રય લેવો જોઈએ. એ સાધનો દ્વારા પ્રેમમય થયેલું તમારું હૃદય ઈશ્વરના દર્શનને માટે જ્યારે રાગમય થશે, ને વ્યાકુળ બનશે, ત્યારે ઈશ્વરનું દર્શન થઈ રહેશે. ઈશ્વરના સાક્ષાત દર્શનને માટે સ્વાભાવિક રીતે જ વધારે પ્રેમ, વધારે તરસ તેમજ વધારે તલસાટ જોઈશે. તમારું રોમેરોમ ઈશ્વરને માટે તલસવું, રડવું, પ્રાર્થવું કે ઝંખવું જોઈશે. સંસારનો સમગ્ર રસ હૃદયમાંથી લુપ્ત થઈને એમાં માત્ર ઈશ્વરને માટેનો જ અનુરાગ ઉત્પન્ન થવો જોઈશે. પછી ઈશ્વરનો સાક્ષાત્કાર દૂર નહીં રહી શકે. પછી તમારે માટે તે કલ્પના કે ભ્રમણા નહિ રહે, પરંતુ વાસ્તવિકતા થઈ રહેશે. માટે પ્રેમ અને શ્રધ્ધાથી સજ્જ બનીને સાધના કરવા તત્પર બનો અને સ્વાનુભવથી જે સાંપડે તેનો સ્વાદ ચાખી લો.