દ્વિતીય ખંડ
મનુષ્યદેહની રચના
ता एता देवताः सृष्टा अस्मिन्महत्यर्णवे प्रापतन् ।
तमशनापिपासाभ्यामन्ववार्जत् ।
ता एनमब्रुवन्नायतनं नः प्रजानीहि यस्मिन्प्रतिष्ठिता अन्नमदामेति ॥१॥
ta eta devatah srusta asmin
mahaty arnave prapatams
tam asana-pipasabhyam anvavarjat
ta enam abruvann ayatanam nah prajanihi
yasmin pratisthita annam adameti.
પરમાત્માએ રચ્યા દેવતા, ભવસિંધુમાં તે આવ્યા,
ભૂખતરસથી ગયા ભરાઈ ત્યારે તે દેવો બોલ્યા:
પ્રભો, અમારે માટે કોઈ એવું સ્થાન બતાવી દો,
જેમાં વસતાં આહાર અમે કરિયે, સ્થાન બનાવી દો. ॥૧॥
*
ताभ्यो गामानयत्ता अब्रुवन्न वै नोऽयमलमिति ।
ताभ्योऽश्वमानयत्ता अब्रुवन्न वै नोऽयमलमिति ॥२॥
tabhyo gam anayat ta abruvan
na vai no'yam alam iti.
tabhyo 'svam anayat ta abruvan
na vai no 'yam alam iti.
ત્યારે પ્રભુએ ગાય બનાવી, દેવો પાસે તે આણી,
દેવો બોલ્યા, નથી અમારે યોગ્ય થયું આ તો પ્રાણી;
પછી અશ્વનું શરીર લાવ્યા પ્રભુ, પણ તેને યે ભાળી,
દેવો બોલ્યા, નથી અમારે યોગ્ય થયું આયે પ્રાણી. ॥૨॥
*
ताभ्यः पुरुषमानयत्ता अब्रुवन् सुकृतं बतेति पुरुषो वाव सुकृतम् ।
ता अब्रवीद्यथायतनं प्रविशतेति ॥३॥
tabhyah purusam anayat
ta abruvan su-krtam bateti
puruso vava su-krutam.
ta abravid yathayatanam pravisateti.
પછી મનુષ્ય શરીર બનાવ્યું, પ્રભુએ સૌને બતલાવ્યું,
ખૂબ સરસ છે આ તો, બોલ્યા દેવો, જાયે ન વખાણ્યું;
મનુષ્યકાયા પરમાત્માની ઉત્તમ રચના સાચે છે,
તે કાયામાં નિજનિજ સ્થાને કહ્યું બેસવા દેવોને. ॥૩॥