તૃતીય ખંડ
અન્નની રચના
स ईक्षतेमे नु लोकाश्च लोकपालाश्चान्नमेभ्यः सृजा इति ॥१॥
sa iksateme nu lokas cha
loka-palas channam ebhyah sruja iti.
પછી વિચાર્યું પ્રભુએ, લોકો લોકપાલ છે મેં રચિયા,
ભૂખપ્યાસ પણ રચી, અન્નની કરૂં હવે તો હું રચના. ॥૧॥
*
सोऽपोऽभ्यतपत्ताभ्योऽभितप्ताभ्यो मूर्तिरजायत ।
या वै सा मूर्तिरजायतान्नं वै तत् ॥२॥
so 'po 'bhyatapat tabhyo
bhitaptabhyo murtir ajayata.
ya vai sa murtir ayayatannam vai tat.
પંચભૂતમાં સંકલ્પથકી કરી ક્રિયા ઉત્પન્ન પછી,
ક્રિયાશીલ તે પંચભૂતના સ્થૂલરૂપથી મૂર્તિ બની;
તે જ મૂર્તિ કે પંચભૂતના સ્થૂલરૂપને અન્ન કહે,
દેવભોગ્ય છે અન્ન તે ખરે, તેને લોકો અન્ન કહે. ॥૨॥
*
तदेनत्सृष्टं पराङ्त्यजिघांसत्तद्वाचाऽजिघृक्षत् तन्नाशक्नोद्वाचा ग्रहीतुम् ।
स यद्धैनद्वाचाऽग्रहैष्यदभिव्याहृत्य हैवान्नमत्रप्स्यत् ॥३॥
tad etat srustva paran atyajighamsat
tad vachajighrksat tan nasaknod vacha grahitum.
sa yad dhainad vachagrahaisyad
abhivyahrtya haivannam atrapsyat.
અન્ન તરત ઉત્પન્ન થઈને લાગ્યું નાસવા માનવથી,
તેણે માન્યું મનુષ્ય પાસે મારી હસ્તિ જરીય નથી;
પુરુષે તેને વાણી દ્વારા ગ્રહવા નિષ્ફળ યત્ન કર્યો,
વાણીથી પકડત તો માનવ અન્નનામથી તૃપ્ત થતો ! ॥૩॥
*
तत्प्राणेनाजिघृक्षत् तन्नाशक्नोत्प्राणेन ग्रहीतुं स
यद्धैनत्प्राणेनाग्रहैष्यदभिप्राण्य हैवान्नमत्रप्स्यत् ॥४॥
tat pranen ajighruksat tan nasaknot pranena grahitum.
sa yad henat pranenagrahaisyad
abhipranya haivannam atrapsyat.
પછી પુરુષે નાકથકી તે અન્નને પકડવા ચાહ્યું,
પરંતુ પકડી શક્યો નહીં તે, અન્ન હાથમાં ના આવ્યું;
નાકથકી જો પકડત તો તો સુંઘવાથકી અન્ન ખરે,
મનુષ્ય તૃપ્ત બની જાત બધાં, પરંતુ થયું ના તેમ ખરે. ॥૪॥