तच्चक्षुषाऽजिघृक्षत् तन्नाशक्नोच्चक्षुषा ग्रहीतु
न् स यद्धैनच्चक्षुषाऽग्रहैष्यद्दृष्ट्वा हैवानमत्रप्स्यत् ॥५॥
tat chaksus ajighruksat tan nasaknoch chaksusa grahitum.
sa yad hainach chaksus agrahiasyad drustva haivannam atrapsyat.
પછી આંખથી પકડવા મથ્યો, પરંતુ તે ના પકડાયું,
પકડાઈ જો જાત, થાત તો જોયે તૃપ્તિ કરનારું. ॥૫॥
*
तच्छ्रोत्रेणाजिघृक्षत् तन्नाशक्नोच्छ्रोत्रेण ग्रहीतुं स
यद्धैनच्छ्रोतेणाग्रहैष्यच्छ्रुत्वा हैवान्नमत्रप्स्यत् ॥६॥
tach chhrotren ajighruksat tan nasaknoch chhrotrena grahitum.
sa yad dhainach chhrotren agrahais yach chhrutva haivannam atrapsyat.
મથ્યો કાનથી પકડવા છતાં અન્ન તે નહીં પકડાયું,
નામ સુણીને અન્નનું સૌયે ધરાત, પણ ના પકડાયું ! ॥૬॥
*
तत्त्वचाऽजिघृक्षत् तन्नाशक्नोत्त्वचा ग्रहीतुं स
यद्धैनत्त्वचाऽग्रहैष्यत् स्पृष्ट्वा हैवान्नमत्रप्स्यत् ॥७॥
tat tvach'ajighruksat tan nasaknot tvacha grahitum.
sa yad dhainat tvacha'agrahaisayt sprustva haivannam atrapsyat.
ત્વચાથકી તે મથ્યો પકડવા, પરંતુ અન્ન ન પકડાયું,
અન્નસ્પર્શથી તૃપ્ત બનત સૌ, હોત અન્ન જો પકડાયું ! ॥૭॥
*
तन्मनसाऽजिघृक्षत् तन्नाशक्नोन्मनसा ग्रहीतुं स
यद्धैनन्मनसाऽग्रहैष्यद्ध्यात्वा हैवान्नमत्रप्स्यत् ॥८॥
tan manas ajighruksat tan nasaknon manasa grahitum.
sa yad dhainan manas agrahaisyad dhyatva haivannam atrapsyat.
મનથી મથ્યો પકડવા તોયે અન્ન તે નહીં પકડાયું,
અન્નનું કર્યે ચિંતન સર્વ ધરાત, હોત જો પકડાયું ! ॥૮॥
*
तच्छिश्नेनाजिघृक्षत् तन्नाशक्नोच्छिश्नेन ग्रहीतुं स
यद्धैनच्छिश्नेनाग्रहैष्यद्वित्सृज्य हैवानमत्रप्स्यत् ॥९॥
tat chhisnen ajighruksat tan nasaknoc chhisnen agrahitum.
sa yad hainac chhisnen agrahaisyad visrujya haivannam atrapsyat.
પછી લિંગથી મથ્યો પકડવા, પરંતુ તે ના પકડાયું,
નહિ તો ત્યાગી અન્ન હોત આ સંતૃપ્ત બન્યું જગ સારું. ॥૯॥
*
तदपानेनाजिघृक्षत् तदावयत् सैषोऽन्नस्य ग्रहो
यद्वायुरनायुवार् एष यद्वायुः ॥१०॥
tad apanen ajighruksat tad avayat. saiso 'nnasya graho yad vayur
annayur va esa yad vayuh.
અપાનથી તે મથ્યો પકડવા, અન્ન તે સમે પકડાયું,
અપાનવાયુ મદદથી મુખમાં અન્ન મનુષ્યે તે નાખ્યું.
અપાન તેથી ગ્રહણ કરે છે અન્ન, સર્વનું તે આયુ,
જીવનરક્ષક સર્વતણો છે અંશ પ્રાણનો તે વાયુ. ॥૧૦॥