Text Size

Aitareya

પ્રથમ અધ્યાય, તૃતીય ખંડ, 11-14

પરમાત્માનો શરીરપ્રવેશ
स ईक्षत कथं न्विदं मदृते स्यादिति स ईक्षत कतरेण प्रपद्या इति ।
स ईक्षत यदि वाचाऽभिव्याहृतं यदि प्राणेनाभिप्राणितं
यदि चक्षुषा दृष्टं यदि श्रोत्रेण श्रुतं यदि त्वचा स्पृष्टं यदि मनसा
ध्यातं यद्यपानेनाभ्यपानितं यदि शिश्नेन विसृष्टमथ कोऽहमिति ॥११॥

sa iksata katham nvidam madrte syad iti
sa iksata katarena prapadya iti.
sa iksata yadi vachabhivyahrutam
yadi pranenabhipranitam yadi chaksusa drustam
yadi srotrena srutam yadi tvacha sprustam
yadi manasa dhyatam yadi apanenabhyapanitam
yadi sisnena visrustam atha ko'ham iti.

પરંતુ વિચાર કર્યો પ્રભુએ, આ કરી બધીયે મેં રચના,
પરંતુ મારા વિના રહેશે પુરુષ કેમ કરી જગમાં ?
મારા સહયોગ વિના તેનું કામ ચાલશે કેમ કરી ?
મારા વિના રહેશે જીવન તેનું ટકશે કેમ કરી ?
વાણી દ્વારા બોલી શકશે પુરુષ આંખે જોશે તો,
નાકથકી તે સૂંઘી લેશે, કાનથકી તે સુણશે જો;

ત્વચાથકી સ્પર્શ કરી લેશે, મનથી ચિંતન કરશે જો,
અપાનથી અન્ન ગ્રહણ કરશે, ત્યાગ લિંગથી કરશે જો;
તો મારૂં શું કામ, કામ આ મારા વિના નહીં બનશે,
પગ ને મસ્તક - કયા માર્ગથી પ્રવેશું દેહે હુંય હવે ? ॥૧૧॥
*
स एतमेव सीमानं विदर्यैतया द्वारा प्रापद्यत ।
सैषा विदृतिर्नाम द्वास्तदेतन्नाऽन्दनम् ।
तस्य त्रय आवसथास्त्रयः स्वप्ना
अयमावसथोऽयमावसथोऽयमावसथ इति ॥१२॥

sa etam eva simanam vidayairtaya dvara prapadyata.
saisa vidrutir nama dvas tad etan nandanam.
tasya traya avasathas trayah svapna
ayam avasatho 'yam avasatho 'yam avasatha iti.

એમ વિચારી બ્રહ્મરંધ્રને ચીરી દેહપ્રવેશ કર્યો,
મનુષ્યના એ સજીવ દેહે પ્રભુએ તુર્ત પ્રવેશ કર્યો;
વિદીર્ણ તેને કર્યું એટલે વિદ્વતિદ્વાર ગણાયે તે,
બ્રહ્મરંધ્ર તે બ્રહ્મપ્રાપ્તિનું તેથી દ્વાર ગણાયે છે.

ત્રણ છે પ્રભુનાં સ્થાન, સ્વપ્ન પણ ત્રણ છે સર્વ મળી સાચે;
હૃદય એક છે સ્થાન, બીજું છે પરમધામ પ્રભુને માટે;
ત્રીજું સ્થાન બ્રહ્માંડ બધું આ પરમાત્માનું સ્થાન કહે;
સ્થૂલ સુક્ષ્મ ને કારણ એ ત્રણ દશા સ્વપ્નનું રૂપ ખરે. ॥૧૨॥
*
स जातो भूतान्यभिव्यैख्यत् किमिहान्यं वावदिषदिति ।
स एतमेव पुरुषं ब्रह्म ततममपश्यत् । इदमदर्शनमिती ॥१३॥

sa jato bhutany abhivyaikhyat
kim ihanyam vavadisad iti.
sa etam eva purusam brahma
tatamam apasyad idam adarsam iti.

પછી મનુષ્યરૂપી તે પુરુષે જગતતણી રચના દેખી,
આસપાસની સૃષ્ટિ દેખી અચરજ થઈ ઘણી એવી;
પૂછ્યું તેણે, કોણ હશે આ જગતતણો બીજો કર્તા ?
અંતરમાં જોયું તો જોયા પ્રભુને ત્યાં જગના ભર્તા.

તે જ હતા વ્યાપક જગમાંહી, તે જ હતા ઈશ્વર જગના,
‘જોયા મેં પ્રભુ’ કહી પુરુષ તે ડૂબી ગયો પરમરસમાં,
ભાગ્યવાન પોતાને ગણતો ચિંતામાંથી છૂટ્યો તે,
‘જોયા મેં પ્રભુ જોયા’ કરતો પરમાનંદે ડૂબ્યો તે. ॥૧૩॥
*
પરમાત્માનું ઈદન્દ્ર એવું નામ
तस्मादिदन्द्रो नामेदन्द्रो ह वै नाम ।
तमिदन्द्रं सन्तमिंद्र इत्याचक्षते परोक्षेण ।
परोक्षप्रिया इव हि देवाः परोक्षप्रिया इव हि देवाः ॥१४॥

tasmat indro namen idandro ha vai nama
tam idan-dram santam indra ity achaksate paroksena.
paroksa-priya iva hi devah paroksa-priya iva hi devah.

પરમાત્માને જોયા પુરુષે તેથી તે પરમાત્માનું,
‘ઈદન્દ્ર’* નામ પડ્યું, લોકોએ ઈદન્દ્રમાંથી ઈન્દ્ર કહ્યું;
દેવતા બધા છૂપાવીને પ્રકટ કરે છે સત્ય બધાં,
દેવતા બધા છૂપાવીને પ્રકટ કરે છે સત્ય બધાં. ॥૧૪॥
(ઈદન્દ્ર એટલે ઈદમ્ + દ્ર = આને મેં જોયો = ઈન્દ્ર એવું નામ)

તૃતીય ખંડ સમાપ્ત,  પ્રથમ અધ્યાય સમાપ્ત
iti aitareya upanishade pratham adhyayah.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok