દ્વિતીય અધ્યાય
ત્રણ જન્મ
ॐ पुरुषे ह वा अयमादितो गर्भो भवति यदेतद्रेतः
तदेतत्सर्वेभ्योऽङ्गेभ्यस्तेजः संभूतमात्मन्येवऽऽत्मानं बिभर्ति
तद्यदा स्त्रियां सिञ्चत्यथैनज्जनयति तदस्य प्रथमं जन्म ॥१॥
puruse ha va ayam adito garbho bhavati.
yad etad retas tad etat sarvebhyo 'ngebhyas
tejah-sambhutamany evatmanam
bibharti tad yada striyam sinchaty athainaj
janayati tad asya prathamam janma.
જીવ પહેલાં પુરુષદેહે વીર્યરૂપમાં પ્રકટે છે,
બધા અંગમાંથી નિકળેલું તેજ તે જ છે વીર્ય ખરે;
પ્હેલાં માનવ વીર્યતેજને ધારણ નિજ દેહે જ કરે,
સ્થાપિત સ્ત્રીમાં કરે તે પછી ગર્ભરૂપમાં તે જન્મે.
સ્ત્રીના દેહે પ્રવેશ એ છે પ્રથમ જન્મ આ વીર્યતણો. ॥૧॥
*
तत्स्त्रिया आत्मभूयं गच्छति यथा स्वमङ्गं तथा ।
तस्मादेनां न हिनस्ति । साऽस्यैतमात्मानमत्र गतं भावयति ॥२॥
tat striya atma-bhuyam gacchhati
yatha svam angam tatha.
tasmad enam na hinasti sasyaitam
atmanam atra gatam bhavayati.
આત્મામય તે બની જાય છે સ્ત્રીને માટે વીર્ય ખરે,
સ્ત્રીનાં બીજા અંગ જેમ એ અંગ બને છે વીર્ય ખરે;
તેથી સ્ત્રીને દર્દ થાય ના, તે તેને પાળે પોષે,
પતિના આત્મારૂપ વીર્યને સ્ત્રી ખૂબ જ પાળે પોષે. ॥૨॥
*
सा भावयित्री भावयितव्या भवति । तं स्त्री गर्भ बिभर्ति ।
सोऽग्र एव कुमारं जन्मनोऽग्रेऽधिभावयति ।
स यत्कुमारं जन्मनोऽग्रेऽधिभावयत्यात्मानमेव
तद्भावयत्येषं लोकानां सन्तत्या ।
एवं सन्तता हीमे लोकास्तदस्य द्वितीयं जन्म ॥३॥
sa bhavayitri bhavayitavya bhavati
tam stri garbham bibharti
so 'gra eva kumaram janmano 'gre 'dhibhavayati
sa yat kumaram janmano 'gre adhibhavayaty atmanam eva
tad bhavayaty esam lokanam santatya evam santata
hime lokas tad asya dvitiyam janma.
તે ગર્ભવતી સ્ત્રીનું પાલનપોષણ ઘરનાં સર્વ કરે,
ગર્ભકાળમાં બીજા લોકો તે સ્ત્રીની સંભાળ કરે;
પ્રસવ સુધી પોતાને દેહે ધારણ તે સ્ત્રી ગર્ભ કરે,
જન્મ પછી બાળકની રક્ષા ઉન્નતિ સર્વ પિતા જ કરે.
પાલનપોષણ કરે પિતા ને અનેકવિધ સંસ્કાર ધરે,
બાલકપણમાં પુત્રને કરી કરી ઉન્નત ઉન્નતિ તે જ કરે.
પ્રજા થઈ છે આ રીતે સૌ, લોક આમ છે વ્યાપ્યા આ;
બાલકરૂપે જન્મ થાય તે બીજો જન્મ કહ્યો જગમાં. ॥૩॥