if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તૃતીય અધ્યાય

આત્મા કોણ છે ?
ॐ कोऽयमात्मेति वयमुपास्महे कतरः स आत्मा ।
येन वा पश्यति येन वा शृणोति येन वा
गंधानाजिघ्रति येन वा वाचं व्याकरोति येन वा
स्वादु चास्वादु च विजानाति ॥१॥

ko 'yam atmeti vayam upasmahe sa atma
yena va pasyati yena va srunoti
yena va gandhan ajighrati
yena va vacham vyakaroti
yena va svadu ch asvadu cha vijanati.

અમે પૂજીએ જે આત્માને તે આત્મા છે કોણ ખરે ?
જગકર્તા કે દેહમહીંનો જીવાત્મા છે તે પ્રભુ તે ?
જેનાથી દેખે છે જન આ, સાંભળે અને સૂંઘે છે,
બોલે છે ને સ્વાદુ અસ્વાદુ સ્પષ્ટ પદાર્થો જાણે છે,
તે આત્માનું રૂપ કયું છે, તે આત્મા છે કોણ ખરે ?
જગકર્તા કે દેહમહીંનો જીવાત્મા છે તે પ્રભુ તે ? ॥૧॥
*
यदेतद्धृदयं मनश्चैतत् ।
संज्ञानमाज्ञानं विज्ञानं प्रज्ञानं मेधा दृष्टिधृर्तिमतिर्मनीषा
जूतिः स्मृतिः संकल्पः क्रतुरसुः कामो वश इति ।
सर्वाण्येवैतानि प्रज्ञानस्य नामधेयानि भवंति ॥२॥

yad etad hridayam manas chaitat.
samjnanam ajnanam vijnanam prajnanam medha
drustir dhrutir matir manisa jutih smrutih
sankalpah kratur asuh kamo vasa iti sarvany
evaitani prajnanasya namadheyani bhavanti.

હૃદય તેજ છે મન; મનની આ દેખાયે છે જે શક્તિ,
જ્ઞાનશક્તિ, શાસનશક્તિ ને તરત જાણવાની શક્તિ,
વિભિન્નરૂપે પદાર્થ સર્વે જાણવાતણી ને શક્તિ,
મેધા તેની વિચારશક્તિ, ધૈર્ય મનનની તે શક્તિ;

ચંચલ તેનો વેગ, સ્મરણ ને સંકલ્પતણી તે શક્તિ,
મનોરથ અને પ્રાણકામના સ્ત્રીઈચ્છાની તે શક્તિ;
તે સર્વે સામર્થ્ય મનતણાં, પરમાત્માનાં નામ જ છે,
જ્ઞાનરૂપ પ્રભુની સત્તાની શક્તિ તે બધી લક્ષણ છે. ॥૨॥
*
एष ब्रह्मैष इन्द्र एष प्रजापतिरेते सर्वे देवा
इमानि च पञ्चमहाभूतानि पृथिवी वायुराकाश
आपो ज्योतींषीत्येतानीमानि च क्षुद्रमिश्राणीव ।
बीजानीतराणि चेतराणि चाण्डजानि च जारुजानि
च स्वेदजानि चोद्भिज्जानि चाश्वा गावः पुरुषा
हस्तिनो यत्किञ्चेदं प्राणि जङ्गमं च पतत्रि च
यच्च स्थावरं सर्वं तत्प्रज्ञानेत्रं प्रज्ञाने
प्रतिष्ठितं प्रज्ञानेत्रो लोकः प्रज्ञा प्रतिष्ठा प्रज्ञानं ब्रह्म ॥३॥

esa brahmaisa indra esa prajapatir
ete sarve deva imani cha pancha maha-bhutani
pruthivi vayur akasa apo jyotimsity etanimani
cha ksudra-misraniva bijanitarani chetarani chanda-jani
cha jaru-jani cha sveda-jani chodbhij-jani
cha asva gavah purusa hastino yat kinchedam prani jangamam
cha patatri cha yaccha sthavaram sarvam
tat prajna-netram prajnane pratisthitam
prajna-netro lokah prajna pratistha prajnanam brahma.

તે જ બ્રહ્મ છે, બ્રહ્મા, તે છે ઈન્દ્ર, તે જ છે પ્રજાપતિ,
દેવ બધા તે, તે જ વારિ ને વ્યોમવાયુ તે છે પૃથ્વી;
અંડજ ને સ્વેદજ તેમજ જે ગણાય છે ઉદ્વિજ પ્રાણી,
ઘોડા ગાય પુરુષ મળીને થાયે જે દુનિયા સારી;

સ્થાવર જંગમ પાંખોવાળા જે આ જગમાં છે પ્રાણી,
પ્રભુથી પામી બલને થાયે સમર્થ તે સર્વે પ્રાણી.
પ્રભુમાં સ્થિત બ્રહ્માંડ બ્રહ્મના જ્ઞાન-શક્તિથી યુક્ત દિસે,
પરમ જ્ઞાનમય તે પરમાત્મા સૌના એક ઉપાસ્ય ખરે. ॥૩॥
*
स एतेन प्राज्ञेनाऽऽत्मनाऽस्माल्लोकादुत्क्रम्यामुष्मिन्स्वर्गे लोके
सर्वान् कामानाप्त्वाऽमृतः समभवत् समभवत् ॥४॥

sa etena prajnen atman asmallokad
utkramyamusmin svarge loke sarvan kaman
aptvamrtah samabhavat samabhavat. iti om.

આમ જ્ઞાન પ્રાપ્ત કર્યું જેણે, તે આ દેહ છુટ્યો ત્યારે,
પરમધામને પ્રાપ્ત થયો ને ગયો બ્રહ્મની ત્યાં પાસે;
દિવ્ય ભોગને પામી સઘળા અમૃતમય તે બની ગયો,
સદાકાજ બંધનથી છૂટી તે અમૃતમય બની ગયો. ॥૪॥
*
તૃતીય અધ્યાય સમાપ્ત
iti aitareya upanisatsu trutiyo 'dhyayah
ઋગ્વેદીય ઐતરેયોપનિષદ સમાપ્ત
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.