કુદરતને ખોળે જન્મીને કુદરતમય જીવન ગાળ્યું
માનવતાનાં મૂલ્યો માટે વિતાવ્યું જીવન સારું
પવિત્ર જીવન જીવનારાં હે માતતાતને નમન કરું
અર્પો આશીર્વાદ અહર્નિશ એ જ ભાવના હૃદય ધરું
શૈશવમાં રામાયણરસની લ્હાણ ધરી સપ્રેમ મને
પ્રાર્થના તણો પ્રેમ જગાવ્યો આરંભમહીં પૂર્ણપણે
શ્લોકો તેમજ મંત્રો શીખવ્યા પ્રાતઃસ્મરણ તણા ત્યારે
નમન કરું એ માતપિતાને આશીર્વાદ સમાં મારે.
વિદ્યાભ્યાસ કરાવ્યો ભાવે સંસ્કારો સીંચ્યા ન્યારા
આઘાતો સહેવા બળ આપ્યું આદર્શો જગવ્યા સારા
ધીરજ ને હિંમત પ્રગટાવી અભય તણો ગાયો મહિમા
વંદન એવા માતપિતાને આશીર્વાદ સમાં મારે
સ્વાશ્રયનો સંદેશ સુણાવી અવાજ આતમનો આવ્યો
ત્યારે સહયોગ મને આપ્યો વિરોધ કેમે ના ફાવ્યો
આતમના માર્ગે ધપવાને આપ્યા આશીર્વાદ વળી
પ્રણામ એવા માતપિતાને આજ કરું હું પ્રેમ ધરી
-------
You were born in the lap of nature; you lead a simple life
Your entire life was a living example of humanity,
I hold one aspiration in my heart, shower your blessings
O my Beloved parents! I bow down to You
As a child, you instilled a love for the Ramayana in me
You awakened my love for prayers from the very beginning
You taught me to recite shlokas & mantras at dawn
You're truly a blessing! O my Beloved parents! I bow down to You
You encouraged me to study; You instilled strong values
You gave me the strength to endure; You implanted ideals
You taught me patience, courage and fearlessness
You're truly a blessing! O my Beloved parents! I bow down to You
You respected the voice of my soul and let me be on my own
You supported me whole-heartedly; You didn't give anyone a chance to oppose
You blessed me wholeheartedly for my progress
You're truly a blessing! O my Beloved parents! I bow down to You
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુ પંથે જેમ મારા જીવનમાં સદ્ ગુરૂની પ્રેરણા મહત્વની બની એ રીતે મારાં માતાપિતાના પ્રાર્થનાના સંસ્કારોની મૂડીએ પણ પ્રબળ રીતે કાર્ય કયુઁ. જીવનના પ્રભુમય વળાંક માટે મનેકમને પણ આજસુધી આશીર્વાદ મળ્યા કર્યા છે. પવિત્રતા, પ્રભુપંથે પ્રગતિ અને શરીરની તંદુરસ્તી મળી રહે એવી શુભ ભાવના તેઓ અવારનવાર વ્યક્ત કર્યા કરે છે. સમાજનો ડર હોવા છતાં પોતાની પુત્રીના આ પ્રભુમાર્ગે ખાસ કોઇ વિક્ષેપો માબાપ ઊભા ન કરે તો એ પણ એમના અદષ્ટ આશીર્વાદ જ છે ને. આવા આશીર્વાદ મેળવવા હું ભાગ્યશાળી બની છું.
પ્રાર્થનાના સંસ્કારો, સર્વોત્તમ શિક્ષણ, જીવનના આઘાતો સામે ઘીરજ ને હિંમત પણ મને માતાપિતા તરફથી જ મળ્યાં. એ મૂડીથી જ પ્રભુપંથે આગળ વધાયુઁ. આજે આ પ્રકાશનના પવિત્ર પુણ્ય પ્રસંગે માતાપિતાને પ્રણામાંજલિ ધરવાની ઇચ્છા થઇ. એમાંથી આ અંજલિનું સર્જન થયું.
-------
Just as Shri Yogeshwarji's guidance was important to me in my spiritual growth so too were the blessings of my parents. They sowed the seeds of prayer in me from my early age. They encouraged me to lead a pure life, to progress towards the Divine and to maintain good physical health. To this day they have blessed my every decision on the path of spirituality.
When I decided to live alone and march forward on the path of the Divine, though faced with social pressures they did not raise any objections. With their active support all critics had to be silent. Isn't this act alone in itself their deepest blessings?
From my parents I have received innumerable pious traits like prayer, noble ideals, patience and courage to face life’s challenges. These very qualities have empowered me on my journey towards the Divine.
O my great parents! Accept My humble salutations.