મને વ્હાલી લાગે રે શ્યામ સુંદર તારી વાંસળી,
તારી વાંસલડી સંભળાવ રે....
મીઠી મધઝરતી વાંસલડી વગાડજે મારા નાથ,
જીવનમાં સંગીત પ્રગટાવવા આવજે મારા શ્યામ,
રે...તારા દૈવી સૂર રેલાવ રે....મને વ્હાલી લાગે રે
દૈવીસુરે રોમેરોમે પ્રેમ પ્રગટે નાથ,
એક જ તારી ઝાંખી પ્રીતમ થાય મને દિનરાત,
રે...હું તો માગું છું ચરણે આજ રે...મને વ્હાલી લાગે રે
મીઠી મમતા મીઠી માયા મોહન તારી લગાડ,
કામના તારી એક જ કૃષ્ણા આ જીવનની માંહ્ય,
રે...મને દર્શન દે એકવાર રે...મને વ્હાલી લાગે રે
-------
O My Beloved Krishna! I adore Your Flute
Intoxicate me with its music
Play the sweet melodies of Your Flute
And enthrall my heart with your music
Fill me with Divine tunes…O My Beloved Krishna!
Overwhelm my being, my every fiber with Your Love
So that I remain engrossed in Your memories day and night
I ask humbly at Your Feet…O My Beloved Krishna!
Sweet is Your Affection and Your Compassion,
My eternal bond with you is my only desire
Grant Your Darshan, just once… O My Beloved Krishna!
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુ જ્યારે પ્રિય લાગે ત્યારે તેનાં સઘળાં સાધનો પણ પ્રિય જ લાગે છે.
અહીં જ પ્રભુના હાથની વાંસળી પ્રિય લાગી. એ વાંસળીના સ્વરોથી સૃષ્ટિને દૈવી સૂરે ભરી દેવાની માગંણી થઈ. વાંસળીના દૈવી સૂરથી જીવનમાં પવિત્ર પ્રભુપ્રેમ પ્રગટે અને રાત-દિવસ પ્રભુની ઝાંખી થઈ શકે એવી ભાવના આ રીતે વ્યક્ત થઈ શકી.
-------
When the Lord becomes Your Beloved then everything about Him, His every object becomes adorable. Take an example of my beloved Lord Krishna's flute. How beautiful it look in my Beloved's Hands?
I aspired for Lord Krishna's Divine Melodies to fill my being and awaken a sincere love for Him. My persistent prayer for His Blessed Darshan took form in this bhajan.