if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને પ્રેમદિવાની બનાવો હરિ,
મારી માંગણી આજ સ્વીકારો હરિ...

જીવન જંગના વિધ વિધ ક્ષેત્રે
મસ્તી જગાડો તવ ચરણે...મને....

જીવનભરનો થાક ઊતારો,
આવીને મીઠી છાંય ધરો...મને....

પાપ ને પુણ્યના ભેદ મિટાવી,
પરમ પવિત્ર બનાવી દો...મને...

અનંતના હે યાત્રી મારા,
સાથી બનીને આવો જરી...મને...

ચિંતાની ચપલા છો ચમકે,
વિપત્તિની વર્ષા વરસે..મને...

રામ બનીને ઘનશ્યામ બનીને,
અખંડ ચૂડી ધરજો મને....મને...
-------
O My Lord! Infatuate me with your Divine Love
I implore You, My Lord, listen to my prayer!
 
The face of life has multiple horizons, hence
Awaken passion only at Your Threshold…Infatuate me
 
Disrobe my life’s age-old exhaustion and
Offer me Your protective shield…Infatuate me
 
Eliminate the duality of right and wrong and
Instill in me Divine Purity…Infatuate me
 
Oh My Eternal Crusader! Why're you waiting?
Come! Be my companion…Infatuate me
 
In time of worries, in time of difficulties,
Come! Be my companion…Infatuate me
 
Appear in the form of Ram or Krishna
Embrace me with Your Protection…Infatuate me

MP3 Audio : મા સર્વેશ્વરી

MP3 Audio : પુષ્પા છાયા

રચના સમયના મનોભાવો

પ્રભુપ્રેમની મસ્તી જાગતાં ભક્તિ નિંદ્રા ઉપર વિજય મેળવીને રાતદિવસ મસ્તી અનુભવતો અને જાગ્રત જીવન જીવતો બની જાય છે. એ વાતો ધર્મગ્રંથોમાં વાંચેલી. શું એ વાત સાચી હશે ? એવી શંકાઓ પણ થયેલી.

જીવનમાં રાતદિવસ થાક ,આળસ કે ઊંઘ વિના પ્રભુનું જ ભજન કરવાની લગની જ્યારે જાગી ઊઠી ત્યારે જ મને ધર્મગ્રંથોની વાત સાચી લાગી.અનુભવે એ સત્ય સમજાયું.

આખા દિવસના શાળાના કાર્ય પછી રાત્રે પણ પ્રભુને પ્રાર્થનાથી જ રીઝવવાનું ગમવા લાગ્યું.ઊંઘ ઊડી ગઈ. સ્થૂળ શરીરનો થાક નહીં પણ જીવનનો થાક લાગવા માંડ્યો. એ થાકને મટાડવા મીઠી છાંયાની માંગણી શરૂ થઈ. મીંરાબાઈ જેવી પ્રેમદીવાની બની જાઉં. પરમ પવિત્ર બની જાઉં. જીવનના દરેક કાર્યમાં પ્રભુની મસ્તી અનુભવું. અને વિપત્તિની વર્ષાની વચ્ચે પણ વિપથગામી ન બનું એવી ભાવનાઓ દિલમાં જાગી ઊઠી.

ભાવનાઓને અક્ષરદેહે ઊતારી, વારંવાર ગાઈ ગાઈને પ્રભુને કહી દેવાનું શરૂ થયું ત્યારે આવી આવી માંગણીઓ થયા કરતી.
-------
It is written in religious scriptures that once love for the Divine is awakened the devotee can not sleep. He experiences Divine intoxication and lives every moment consciously. I doubted the truth behind such descriptions. 

It was only when such intoxication awoke within me, that I realized it. I was no longer hindered by fatigue, laziness or sleep. Sleep disappeared. Even after an entire day's work at school, at night I enjoyed pleading my beloved Divine. It was not my body which felt fatigue anymore, it was life without the divine that made me weary. So I began calling the Divine…to remove my debility.

I wanted to be infatuated with the Divine’s Love and wanted to be an idol of purity like Mirabai. I wanted to submerge in the Divine’s intoxication all the time. This prayer materialized with such feelings.

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.